મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સામાન્ય લોકો કોરોનાની મહામારીનો અને પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત શાકભાજી, કઠોળ, દૂધ , ખાદ્યતેલની વધતી કિંમતો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમાં પણ બાકી હતુ તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. આ દરમિયાન ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. હવે લોકોએ દૂધ માટે વધારે પૈસા ચૂકવવા પડશે. હવે સુમુલે પણ દુધના ભાવમાં વધારો કર્યો છે.
અમુલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં ઘરખમ વધારો કર્યો છે. દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સુમુલ ડેરીએ પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. સુમુલ તાજા અને સુમુલ ગાયના દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે હવે ગાયના દૂધના ભાવ રુ.48થી વધીને રુ.50 રુપિયે પ્રતિ લિટર પહોંચ્યા છે. તો આ તરફ તાજા દૂધનો ભાવ રૂ.46થી વધીને રૂ.48 ભાવ થવા પામ્યો છે.
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આ અંગે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ અમુલ ડેરી દ્વારા પણ 1 માર્ચના રોજ દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દુધની કોથળી પર ભાવ છપાયેલી જૂની પ્રિન્ટ પડી હતી તે પૂરી થયા બાદ ભાવ વધારો કરવામાં આવ્યો છે.’
આ ઉપરાંત, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલની અધ્યક્ષ સ્થાને બરોડા ડેરીના નિયામક મંડળની બેઠક મળી હતી. જેમાં બરોડા ડેરીએ પણ લિટરે દૂધના ભાવમાં રુ.2નો વધારો કર્યો હતો. એટલે કે, 500ml અમૂલ તાઝા, 500ml અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ અને 500ml અમૂલ ગાયના દૂધમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સાથે દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પણ રૂપિયા 25નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જોકે 500 ml. શક્તિ અને 500ml ગોલ્ડમાં તેમજ 200ml ગાયના પાઉચમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તદુપરાંત છાશમાં પણ કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.