મળ્યું જન સમર્થન: વરાછામાં પોલીસ દંડ ઉઘરાવશે તો હું સ્થળ પર જઈને કરીશ વિરોધ- પૂર્વ મંત્રી કુમાર કાનાણી

સુરત(Surat): વરાછા(Varachha) વિસ્તારમાં મનસ્વી રીતે દંડ અને દંડ ના નામે ખોટી ઉઘરાણી કરતાની ફરિયાદ મળતાં પૂર્વ મંત્રી કુમાર કાનાણી(Kumar Kanani) સ્થળ પર પહોંચી ગયા હતા અને હીરાબાગ સર્કલ(Hirabag Circle) ખાતે દંડ વસુલ કરનાર અધિકારીઓને સ્થળ પર પહોંચીને નાગરીકો સાથે માનવતાપુર્વકનું વર્તન કરવું અને દંડના ઉઘરાણા બંધ કરીને ટ્રાફિક સંચાલન પર વધારેમાં વધારે ધ્યાન આપવા સુચનાઓ આપવામાં આવી હતી.

મનસ્વી રીતે દંડ અને દંડના નામે ખોટી ઉઘરાણીની ફરિયાદ મળતાં કુમાર કાનાણી સ્થળે પહોંચી ગયા હતા અને તેમને જનસમર્થન પણ મળ્યું હતું. પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે, વરાછામાં પોલીસ દંડ ઉઘરાવશે તો હું સ્થળ પર જઈને કરીશ વિરોધ.

ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણી દ્વારા ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, જે પત્રમાં વરાછા વિસ્તારમાં દંડ ઉઘરાવવા બાબત કહેવામાં આવી છે. તેને પત્રમાં લખતા જણાવ્યું છે કે, આ અગાઉ પણ મેં લેખિત તેમજ મૌખિક વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ, RTO દ્વારા જે દંડ ઉધરાવવામાં આવી રહ્યો હતો. તે બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે, જેને અનુસંધાને દંડ વસુલવાનું કામ બંધ હતું.

પરંતુ છેલ્લા ૨૦ દિવસથી ફરીવાર આઠ-દસ, કે પંદર-વિસના ટોળામાં દંડ વસુલવાનું શરુ કરવામાં આવેલ છે, ખાસ કરીને હીરાબાગ સર્કલ, રચના સર્કલ જેવા પોઈન્ટો ઉપર દંડ વસુલવાની કાર્યવાહી થઇ રહી છે, જેનો હું સખ્ત વિરોધ કરૂ છું અને આ દંડ વસુલીનું કાર્ય બંધ રાખવાની માંગણી કરું છું અને જો વરાછામા દંડ વસુલવામાં આવશે તો હું તેમનો સ્થળ પર શાંતિપૂર્વક વિરોધ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *