એમ્ફન અને નિસર્ગ પછી ભારતમાં વધુ એક ચક્રવાત તોફાન આવવાનો ભય છે. બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે. જોકે, અત્યારે નિશ્ચિતરૂપે કહી શકાય નહીં કે, આ ઓછું દબાણ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે કે નહીં. પરંતુ હવામાન વિભાગના જણવ્યા અનુસાર, 4-5 દિવસ સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
ચક્રવાત બનવાનું જોખમ
દરિયામાં નીચા દબાણવાળા ક્ષેત્ર સામાન્ય રીતે કોઈપણ તોફાનનો પ્રથમ તબક્કો હોય છે. જો તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય નહીં, તો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ઓડિશામાં 10 જૂનની આસપાસ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર આવતા અઠવાડિયે ઓડિશા તરફ આગળ વધી શકે છે. તેમણે મીડયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘લો પ્રેશર એ એક પ્રકારનો ચક્રવાત પ્રવાહ હોય છે અને તે ચક્રવાતનો પ્રથમ તબક્કો છે. જો કે, તે જરૂરી નથી કે, નીચા દબાણવાળા દરેક ક્ષેત્રમાં ઝડપથી વધારો કરીને ચક્રવાત બની શકે, પરંતુ અમારી નજર તેના ઉપર છે.
એક મહિનામાં 2 ચક્રવાત તોફાન
છેલ્લા એક મહિનામાં દેશમાં બે ચક્રવાત તોફાન આવી ગયા છે. ગત મહિને બંગાળ અને ઓડિશામાં પ્રથમ તોફાન આવ્યું હતું. ભારતમાં આ સદીનું આ પહેલુ સુપર ચક્રવાત હતો. જો કે, પાછળથી પવનની ગતિ ઓછી થઈ હતી. આ વાવાઝોડાને કારણે બંગાળ અને ઓડિશાને ભારે નુકસાન થયું છે. એકલા બંગાળમાં ઓછામાં ઓછા 80 લોકો માર્યા ગયા હતા. આ પછી, અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને લીધે, નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. આ ચક્રવાત તોફાન દરમિયાન પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની હતી. જેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે નુકસાન થયું હતું.
ઓછા દબાણથી વરસાદને થાય છે ફાયદો
બંગાળની ખાડી ઉપર ચક્રવાત ફરવાની સંભાવનાને કારણે ચોમાસુ આગળ વધવામાં મદદ મળશે. બંગાળની ખાડી ઉપર ચક્રવાત પ્રવાહની સંભાવનાને કારણે ચોમાસાની ગતિ વધતી જોવા મળી રહી છે. મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની ગતિમાં વધારો થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news