પહેલા ઉઠી બંદુકો, ચેતવણી આપી અને પછી ચલાવી અંધાધુંધ ગોળીઓ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક સપા નેતા અને તેના દીકરાને ગોળી મારીને હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. તેના બાદ સપાના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર…

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક સપા નેતા અને તેના દીકરાને ગોળી મારીને હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. તેના બાદ સપાના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ એ ઉત્તરપ્રદેશ સરકાર પર નિશાનો સાધ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા છોટેલાલ દિવાકર અને તેના દીકરા સુનિલ દિવાકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના નેતા છોટેલાલ દિવાકરની પત્ની ગામમાં સરપંચ છે. તે પોતાના દીકરા સાથે ત્યાં ચાલે રહેલા મનરેગા નું કામ જોવા ગયા હતા.

ગામમાં મનરેગા અંતર્ગત ખેતરો વચ્ચે રોડ બનાવવામાં આવી રહ્યો હતો. હત્યાના આરોપી તેમને ત્યાંથી રોડ બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા. છોટેલાલ ને ધમકાવવા માટે લોકો ત્યાં રાયફલ લઇને પહોંચી ગયા. વાતચીત કરતાં-કરતાં છોટેલાલ અને તેના દીકરા સુનિલને ગોળી મારી દીધી. ગોળી વાગવાના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું.

સંભલ પોલીસ અધિક્ષક એસપી યમુના પ્રસાદ નું કહેવું છે કે તેમણે કેટલાક લોકોને ધરપકડ કરી છે. અને આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ ચાલી રહી છે.

બદાયુંથી સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ એ પોતાના ટ્વિટમાં લખ્યું કે સંભાલમા દલિત સમાજના નેતા તેમજ પૂર્વ વિધાનસભા ઉમેદવાર છોટેલાલ દિવાકર તેમજ તેના પુત્રની હત્યા અત્યંત દુઃખદાયક છે. પરિવાર લોકો પ્રત્યે સંવેદના છે.સત્તા સંરક્ષિત અપરાધીઓની આગળ નત મસ્તક ઝૂકી પોલીસમાં પણ કોઇ સુરક્ષિત નથી. હત્યારાઓની ધરપકડ થાય તે જ ન્યાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *