15 ઓગસ્ટ બાદ ફરી ગુજરાતને ધમરોળશે મેઘરાજા: અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

Ambalal Patel Rain Forecast: શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. કાળાડિબાંગ વાદળો સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આ સપ્તાહ વરસાદ અને પવનનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. હાલ ગુજરાત(Ambalal Patel Rain Forecast) પર કોઇ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં ગુજરાતના હવામાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યુ છે.

15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનશે. લો પ્રેશર ,ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમોથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં તારીખ 16 થી 24 સુધી રાજ્યના ભારે વરસાદની આગાહી છે. 16 ઓગસ્ટ બાદ પાડનાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે
રાજ્યમાં 16થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. તેમજ 16 ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે. તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તેમજ જૂનાગઢ, બોટાદ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી અને અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. 25થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે.

16થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શકયતા: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 16થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે.

17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનુ પાણી સારું ગણાતુ નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, સપ્ટેમ્બરના અંતમા લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસુ વિદાય લેતું હોય છે એટલે પવનો ઉલટાઇ જતા હોય છે. લાનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે.