ભારત દેશની રાજધાની દિલ્હી શહેરમાં કરોડોના ગોટાળાની ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસની આર્થિક ગુનાખોરી વિંગે દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક લક્ષ્મી વિલાસ બેંકના ડિરેક્ટર વિરુદ્ધ 790 કરોડ રૂપિયાની ઉચાપત માટે કેસ દાખલ કર્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની રેલિગેર ફિનવેસ્ટની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં રેલિગરે જણાવ્યું છે કે, તેણે બેંકમાં 790 કરોડ રૂપિયાની ફિક્સ ડીપોઝીટ જમા કરાવી હતી, જેમાં હેરા-ફેરી કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતની તપાસમાં એવું લાગે છે કે પૈસાની હેરાફેરી યોજનાબદ્ધ રીતે કરવામાં આવી છે. હાલમાં પોલીસ અધિકારીએ બેંકના ડિરેક્ટર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, હેરાફેરી અને ષડયંત્રનો ગુનો નોંધ્યો છે. આ સમાચાર પછી ચેન્નાઈ સ્થિત લક્ષ્મી વિલાસ બેંકના શેર પાંચ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા છે. લક્ષ્મી વિલાસ બેંકના શેરોમાં આજે બીએસઈમાં ઓનલી સેલરની પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી.
ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઈઓડબલ્યુ), દિલ્હી દ્વારા બેંકના ડિરેકટરો સામે છેતરપીંડી, ક્રિમિનલ વિશ્વાસઘાત, ક્રિમિનલ કોન્સપિરેસી સહિતના આક્ષેપો બદલ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રીપોર્ટ (FIR) નોંધવામાં આવતાં ઈન્વેસ્ટરો ફફડાટમાં શેરમાં વેચવાલ બન્યા હતા. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં લક્ષ્મી વિલાસ બેંકનો શેર 58 ટકા જેટલો તૂટી ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં જ 5.43 ટકા ઘટયો છે. શેર 30,જૂન 2017 ના રૂપિયા 186.35 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદથી શેર 80 ટકા જેટલો ઘટયો છે.
આમ તો, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે પોલીસે બેંકના કેટલા ડાયરેક્ટર સામે તપાસ શરૂ કરી છે. અગાઉ આર.બી.આઈ.એ પણ બેંકો પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. મંગળવારના રોજ RBI એ PMC બેન્કને 6 મહિના માટે બેન્કિંગ કામગીરી ન કરવાનો હુકમ આપ્યો હતો. આરબીઆઈએ ગ્રાહકો માટે ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે. હવે ગ્રાહકો 10,000 રૂપિયા ઉપાડી શકશે. અગાઉ ગ્રાહકોને છ મહિનામાં માત્ર એક હજાર રૂપિયા ઉપાડવાની છૂટ હતી. આરબીઆઈના આ પગલાથી લાખો ગ્રાહકોને રાહત મળશે. લક્ષ્મી વિલાસ બેંક ટૂંક સમયમાં ઈન્ડિયાબુલ્સને ખરીદવાની છે. આમ તો, આ બાબત અંગે ઈન્ડિયાબુલ્સે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.