મહાકુંભમાં IIT બાબા બાદ પહેલવાન બાબાની એન્ટ્રી, ફિલ્મના હીરો પણ આ બાબા આગળ ફેલ

Prayagraj MahaKumbh 2025: પ્રયાગરાજના મહાકુંભથી દરરોજ નવા નવા બાબા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. પહેલા આઇઆઇટી વાળા બાબા અભયસિંહ ખૂબ ચર્ચામાં રહ્યા હતા અને હવે પહેલવાન બાબાની એન્ટ્રી થઈ છે. કુંભમાં પહેલવાન બાબાના નામથી (Prayagraj MahaKumbh 2025) પ્રખ્યાત રાજપાલ સિંહએ યુવાનોને નશાથી દૂર રહેવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. અભિયાન સાથે જ તેઓ પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચ્યા છે. તેમનું કહેવું છે કે દેશના યુવાનોને જગાડવાના છે અને નશાને ભગાડવાનો છે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવું છે.

ઉંધા માથે ફૂટબોલ પર ઉભા રહેવાની ક્ષમતા
પોતાના ઉદ્દેશ્યની વાત કરતા પહેલવાન બાબાએ કહ્યું કે અમે ગમે ત્યાં જઈએ છીએ યુવાનોને જાગૃત કરીએ છીએ. તેમણે કહ્યું કે મારી ઉંમર 50 વર્ષ થઈ ચૂકી છે પરંતુ હું એક હાથે 10,000 પુશઅપ લગાવી શકુ છુ. સાથે જ ચકરીદંડ લગાવી લઉં છું, ફૂટબોલની ઉપર પણ હાથ વડે ઉભો રહી શકું છું. તેઓએ કહ્યું કે હું 50 વર્ષનો થયો તેમ છતાં આટલી મહેનત કરી શકું છું, તો આપણા યુવાનો આવું કેમ નથી કરી શકતા. યુવાનોને પ્રેરિત કરવા માટે જ મેં આ અભિયાન ચાલુ કર્યું છે.

મહાકુંભમાં પોતાની શારીરિક ફિટનેસ અને બાયસેપ્સથી ચર્ચાનો વિષય બનેલા પહેલવાન બાબાએ કહ્યું કે આજનું યુવાધન રસ્તો ભટકી ચુક્યો છે. ખોટી સોબતમાં પડવાને કારણે કેટલી ખોટી વસ્તુઓ ખાવાને કારણે તે શારીરિક અનેક માનસિક રીતે નબળા થઈ ચૂક્યા છે અને નશાની આદતમાં છે. તેમણે કહ્યું કે ઘરનું દેશી ભોજન ખાશે તો તેઓ પણ મારી જેમ મજબૂત અને સ્વસ્થ રહેશે. તેમણે કહ્યું કે મારી આસપાસ અને સંબંધીઓમાં કેટલાક બાળકો એવા હતા જે રસ્તો ભૂલી ગયા હતા અને મેં તે લોકોને સમજાવવાની કોશિશ કરી અને તેમને માર પણ માર્યો પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહીં. એટલા માટે મેં વિચાર્યું કે કેમ એક અભિયાન ચલાવી તેમને સાચા માર્ગે લઈ જઈ શકાય.

યુવાનોને સાચા રસ્તે વાળવાની અપીલ
પહેલવાન બાબાનું કહેવું છે કે મેં 50 વર્ષની ઉંમરમાં એક એવો માહોલ બનાવ્યો છે કે જ્યાં પણ જાઉં છું તો મારી બોડી અને મહેનત દેખાડીને યુવાનોને સાચા રસ્તે ચાલવાની અપીલ કરું છું. હું આ ઉંમરમાં પણ આ કરી શકું છું તો યુવાનો પણ આ કરી જ શકે. તમને કહ્યું કે મારી પાસે રોજ 15 થી 20 ફોન આવે છે અને લોકો પોતાના બાળકોની ખરાબ આદતો વિશે મને જણાવે છે. સાથે જ એવા પણ ઘણા લોકો છે જેમણે મારી વાત માની નશાની આદત છોડી દીધી છે. જો મારા બતાવેલા રસ્તા પર ચાલીને કોઈનું પણ કલ્યાણ થાય છે તો તેનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે.