એપલ ટિપસ્ટર જ્હોન પ્રોસેરે સૂચવ્યું હતું કે, નવી એપલ ટીવી, ટીવી એ12 એક્સ બાયોનિક ચિપથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, એપલ તેના હાઈ-એંડ કમ્પ્યુટર્સ માટે આક્રમક નિર્માણનું શેડ્યૂલ પણ તૈયાર કરી રહ્યું છે.
દુનિયાભરમાં તેના આઇફોનથી વેચ્યા બાદ, હવે એપલ ટીવી વેચવાની તૈયારી કરી રહ્યું છે. એપલ આવતા વર્ષે એપલ ટીવીને બજારમાં રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે કંપનીએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાલો તમને જણાવીએ કે, આ નવા ડિવાઇસમાં શું હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એપલ બજારમાં એક નવું ડિવાઇસ લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા ડિવાઇસને આવતા વર્ષે એપલ દ્વારા ટીવી નામથી લોન્ચ કરવામાં આવશે. નિક્કેઈ એશિયાની સમીક્ષા મુજબ, ક્યુપરટી આધારિત ટેક જાયન્ટ, આગળના વર્ષ માટે નવી એપલ ટીવી, વિડિયો-ઓન-ડિમાન્ડ સેવાઓ માટે મનોરંજન ઉપકરણ પર કામ કરી રહી છે. જાન્યુઆરીમાં આઇઓએસ 13.4 બીટામાં અનરીલીઝ્ડ્ ડિવાઇસ પર સંકેત આપવામાં આવ્યા હોવાથી નવા એપલ ટીવી અંગે અફવાઓ આખા વર્ષ દરમિયાન ચાલતી રહી.
એપલ ટિપસ્ટર જોન પ્રોસેરે સૂચવ્યું છે કે, નવી એપલ ટીવી એ12 એક્સ બાયોનિક ચિપથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, એપલ તેના હાઈ-એંડ કમ્પ્યુટર્સ માટે આક્રમક નિર્માણનું શેડ્યૂલ પણ તૈયાર કરી રહ્યું છે, જેમાં 2021 માટે મેકબુક પ્રો અને આઇમેક પ્રોનો સમાવેશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle