ભાજપમાં ઉકળતો ચરુ! કોણ કોને પાડી દેશે? જયેશ રાદડીયાની વિરુદ્ધમાં કોણ કરી રહ્યું છે કાવતરું?

IFFCO Director Election: ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની(IFFCO Director Election) અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે.

મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લેવાની માંગ
બાબુભાઈએ કહ્યું કે મેન્ડેટ પ્રથા મુજબ ઈફ્કોમાં કાર્યવાહી કરવા માંગ કરી છે. લોધિકા સંઘની જેમ ઈફ્કોની ચૂંટણીમાં કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ સહકારી સંસ્થાઓમાં ચાલતા ભષ્ટ્રાચારની નિષ્પક્ષ તપાસ કરો એમ પણ કહ્યું છે. તેઓએ રાદડિયાને નિશાન બનાવતા કહ્યું કે મેન્ડેટ વિરુદ્ધ લડનાર રાદડિયા સામે પગલા લો. મેં હાઈકોર્ટમાં આ મુદ્દે પિટીશન કરી હતી એમ પણ કહ્યું હતું.

જયેશ રાદડિયાએ આપ્યો આ સણસણતો જવાબ
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપોને જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે, રાજકીય જીવ છીએ, રાજકારણનો કરવાનો સમય આવશે તો અમે હોઇશું જ. બાબુ નશિતે સહકારી ક્ષેત્રે કોઇ સારું કામ કર્યું હોય તો ગણાવી બતાવે. તેમણે ઉમેર્યું કે, આ એવા લોકો છે જેમણે સહકારી ક્ષેત્રને હંમેશા તોડવાની કોશીશ કરી છે. જયેશ રાદડિયાએ કહ્યું કે, મારી સામે સવાલો ઉઠાવનારા પહેલા તેમનો ભૂતકાળ જૂએ. સામાજિક સંસ્થાઓએ રાજકારણમાં દખલગીરી ન કરવી જોઇએ. આ સાથે કહ્યું કે, હું પણ ભાજપનો કાર્યકર્તા છું એટલે ઇફકોમાં ભાજપની જ જીત થઇ છે.

રાજકોટમાં ઇફકો ડિરેકટર જયેશ રાદડિયાનું નિવેદન
જયેશ રાદડિયાએ કહ્યું કે, ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું છે, મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે, મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે.

સહકારી આગેવાન બાબુ નશિતે શું કહ્યુ ?
ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતે કહ્યુ કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચુંટાયા, સી.આર પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. કોંગ્રેસમાંથી આવેલ નરેન્દ્ર સિંહ જાડેજાને લોધીકા સંઘ આપ્યું. તેમણે ઉમેર્યું કે, તાલુકા ભાજપનો હું પ્રમુખ હતો ત્યારે મારી સામે શિસ્ત ભગંના પગલાં લીધા હતા. આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.

આ સાથે તેમણે ઉમેર્યું કે, 113 લોકોએ જેમણે જયેશ રાદડીયાને મત આપ્યા તેની સામે પગલાં લો. ડિસ્ટ્રીક્ટક બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મલાઈ વાળી સંસ્થામાં કબ્જો છે. ડેરીનાં ભ્રષ્ટાચાર સામે અગાઉ મે રજૂઆત કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે તેના માટે નિર્ણય લેવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, પાર્ટી વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ, ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલ નેતા ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશિતે કહ્યું કે, જયેશ રાદડીયા સામે કાર્યવાહી કરો.