JIO બાદ હવે આ જાણીતી કંપનીએ પણ 20% સુધી વધાર્યા રિચાર્જ પ્લાન, જાણો વિગતે

Airtel Tariff Hike: રિલાયન્સ જિયો બાદ હવે એરટેલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. રિલાયન્સ જિયોના માર્ગને અનુસરીને, ભારતી એરટેલે પણ તેના ટોપ-અપ પ્લાનને મોંઘા કર્યા છે. તેની અસર હવે સીધા ગ્રાહકોના ખિસ્સા પર પડશે. હવે એરટેલ યુઝર્સે વધુ કિંમત ચૂકવીને ટોપ-અપ પ્લાન(Airtel Tariff Hike) ખરીદવા પડશે. આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં કરવામાં આવ્યો છે.

નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199
એરટેલે ટેરિફમાં 10-21%નો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રીપેડ ટેરિફમાં દરરોજ સરેરાશ 70 પૈસાથી ઓછો વધારો થયો છે. પોસ્ટપેડ પ્લાનમાં 10-20%નો વધારો થયો છે. 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધેલા દરો 3 જુલાઈથી લાગુ થશે.

એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં વોડાફોન-આઈડિયા પણ આ પછી ટોપ-અપ પ્લાન મોંઘા કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે જ રિલાયન્સ જિયોએ રિચાર્જ પ્લાન પણ મોંઘા કર્યા હતા. કંપનીએ બુધવારે પણ આ અંગે માહિતી આપી હતી. Jio દ્વારા કહેવામાં આવ્યું હતું કે રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી
ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે સ્વસ્થ બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે મોબાઈલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) રૂ. 300થી વધુ હોવી જોઈએ. અમારું માનવું છે કે ARPUનું આ સ્તર નેટવર્ક ટેક્નોલોજી અને સ્પેક્ટ્રમમાં જરૂરી નોંધપાત્ર રોકાણને સક્ષમ કરશે અને મૂડી પર સાધારણ વળતર આપશે. આ નવી અને વધેલી કિંમતો ભારતી હેક્સાકોમ લિમિટેડના સર્કલ સહિત ભારતી એરટેલના તમામ સર્કલમાં લાગુ છે.

રિલાયન્સ જિયોએ ગઈકાલે જ પ્લાન મોંઘો કરી દીધો છે
ગુરુવારે રિલાયન્સ જિયો ઈન્ફોકોમે મોબાઈલ ટેરિફ વધારીને મોબાઈલ મોંઘા કરી દીધા છે. Jioનો નવો મોંઘો ટેરિફ પ્લાન 3 જુલાઈ, 2024થી લાગુ થશે. વાસ્તવમાં, ટેલિકોમ કંપનીઓ ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહી હતી, ત્યારબાદ પહેલા Jio અને હવે ભારતી એરટેલે ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે.