Patan Khodaldham: પાટણ જિલ્લાના સંડેર ખાતે આજે મંગળવારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શિલાપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની (Patan Khodaldham) અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રી મહેતા પ્રદ્યુમ્ન પ્રહલાદજી દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી 1008 શિલાઓનું પૂજન યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું .
આ શીલા પૂજન સમારોહમાં સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી લેઉવા પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માત્ર પાટણ જ નહી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યભરમાં કુલ છ સ્થળે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવા માટે વિચારણા હોય જેના માટે આયોજન પણ થઈ રહ્યુ છે. આજે કુલ આજે ખોડલધામ મંદિર માટે 2 કરોડ 48 લાખથી વધુનુ દાન આવ્યું છે. મહાનુભવોના હસ્તે દાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આવું હશે નવું ખોડલધામ મંદિર
નવા ખોડલધામ મંદિરનું નિર્માણ કાગવડ મંદિરની જ ડિઝાઇન પ્રમાણે કરવામાં આવશે. મંદિરની ઊંચાઈ 70 ફૂટ, લંબાઈ 117 ફૂટ અને પહોળાઈ 65 ફૂટ રહેશે. મંદિરમાં 9×9નું ગર્ભગૃહ અને 65×65નો રંગમંડપ બનાવવામાં આવશે. આર.સી.સી.માં બનનારા આ મંદિરમાં સફેદ માર્બલની માં ખોડીયારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા
શિલાપૂજન વિધિમાં ઉપસ્થિત યજમાન પરિવારોને માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શીલા પૂજનમાં જ 2.41 કરોડનું યજમાનો મંદિર માટે દાન આપશે શીલા પૂજનના મુખ્ય યજમાન તરીકે સંડેરના ચંદ્રકાંતભાઈ પટેલ રૂ 11.11 લાખ અર્પણ કર્યા. ચાર યજમાનો રૂ. 5.11 લાખ આપશે અને 999 યજમાનો રૂ. 21,000 પ્રમાણે આપશે. કુલ રૂ2 કરોડ 41 લાખ 34000નું દાન મંદિર માટે મળશે. તેવું ટ્રસ્ટી કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App