આવો હેવાન જીવનસાથી ભગવાન કોઈ દીકરીને ન આપે… યુવતીની હત્યા કરી આખા શહેરમાં લાશ લઈને ફરતો રહ્યો પ્રેમી

હાલ એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેના કારણે પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી હતી. તેમજ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય શીતલ હોશિયારપુર ગામની રહેવાસી હતી. આ યુવતી બજારમાં એક વીમા કંપનીમાં કામ કરતી હતી. તેનો પ્રેમી ગૌરવ પણ એ જ કંપનીમાં કામ કરતો હતો. ગૌરવ અને શીતલ પાંચ વર્ષથી એકબીજા સાથે કામ હોવાથી બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના કારણે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેથી બંને હોશિયારપૂરના બજારમાં એક બિલ્ડિંગમાં રહેતા હતા.

આ દરમિયાન છેલ્લા ઘણા સમયથી ગૌરવ અને શીતલ વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા હતા. ધીરે ધીરે ઝઘડાઓ વધવાને કારણે શીતલ હવે ગૌરવ સાથે આખું જીવન વિતાવવા માંગતી ન હતી. જેના કારણે ગૌરવ ખૂબ જ ચિડાઈ ગયો હતો. ત્યારે મંગળવારના રોજ બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ગૌરવે શીતલને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેના કારણે શીતલનું મૃત્યુ નીપજ્યું હતું.

શીતલ નીચે પડવાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ પછી જ્યારે ગૌરવ નીચે આવ્યો ત્યારે લોકોએ ગૌરવની પૂછપરછ કરી હતી. આ દરમિયાન ગૌરવે દરેકને જણાવ્યું કે આ મારી બહેન છે અને આ અકસ્માત થયો છે. હાલ હું તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. એટલું કહીને ગૌરવ શીતલના મૃતદેહને કારમાં મૂકી ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ તે શહેરની અંદર જ કલાકો સુધી કારમાં મૃતદેહ મુકી આંટા મારતો રહે છે. ગૌરવે વિચાર્યું હતું કે શીતલના મૃતદેહને બિજનૌર લઈ જઈ અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરશે.

પરંતુ ત્યાં સુધીમાં આ ઘટનાની જાણ શીતલના પરિવારને થઈ ચૂકી હતી. જેના કારણે તેનો પરિવાર ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે શીતલને ગૌરવ નામનો કોઈ ભાઈ જ નથી. ત્યારબાદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ગૌરવ ની શોધખોળ પણ શરૂ કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા મેરઠના કાંકરખેડા પાસે એમ્બ્યુલન્સમાં ગૌરવ શીતલના મૃતદેહ સાથે મળી આવ્યો હતો. આ દરમિયાન જ્યારે પોલીસે ગૌરવની પૂછપરછ કરી ત્યારે ગૌરવે જણાવ્યું હતું કે, તેને શીતલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે શીતલ મારી સાથે રહેવાના માગતી ન હતી. જેના કારણે મેં આવું કદમ ઉઠાવ્યું હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *