જાણો શું કામ સંતાનોએ માતા ના બીજા લગ્ન કરાવ્યા? સમગ્ર ઘટના જાણી આંખો માંથી આંસુ નહી રુભા રહે!

કહેવાય છે કે એક માતા અને બાળક (Mother and child)વચ્ચેનો સંબંધ એવો હોય છે, જેની તુલના અન્ય કોઈ સંબંધ સાથે થઇ શક્તિ નથી. માતાઓ, જેઓ…

કહેવાય છે કે એક માતા અને બાળક (Mother and child)વચ્ચેનો સંબંધ એવો હોય છે, જેની તુલના અન્ય કોઈ સંબંધ સાથે થઇ શક્તિ નથી. માતાઓ, જેઓ તેમના બાળકો માટે બલિદાન આપે છે અને માતા બાળક માટે આખી દુનિયા સામે લડવાની હિંમત ધરાવે છે, જે અન્ય કોઈ માટે કરવું મુશ્કેલ છે. આવી જ એક માતાની વાત સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે પુખ્તાવસ્થામાં પહોંચતા પહેલા જ લગ્નના બંધન(The bond of marriage)માં બંધાઈ ગઈ હતી.

જે જીવન તેના માટે ખુશીનો નવો સ્ત્રોત (A new source of happiness)બનવું જોઈએ તે નરક જેવું થઈ ગયું છે. સતામણી અને ઘરેલું હિંસાનો ભોગ બનેલી આ મહિલાએ બે બાળકોના જન્મ પછી ચુપચાપ બધું સહન કર્યું જેથી તેના નાનાં બાળકોને કંઈ ન થાય. પરંતુ ત્યાર પછી કંઈક એવું બન્યું કે મહિલાએ પોતાની જાતને આ રોજિંદા દુઃખમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

જયારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેના બાળકો તેનો સહારો અને હિંમત બન્યા હતા. પોતાના સંતાનોને સુખી જીવન આપવાની ઈચ્છા સાથે મહિલાએ એ કરી બતાવ્યું જે માત્ર માતા જ કરી શકે. જ્યારે પરિસ્થિતિ સુધરી અને બાળકો મોટા થયા, તેથી તેઓએ પણ તેમની માતાની ખુશીને પ્રથમ પ્રાથમિકતા બનાવી અને તેમને આ વખતે સુખી દામ્પત્ય જીવન જીવવાની તક આપી. આ ક્ષણ એવી હતી, જેણે દરેકની આંખો ભીની કરી દીધી હતી.

અમે પપ્પાને મારતા જોતા હતા:
કહેવામાં આવી રહ્યું છે કે મારી માતા જયારે 17 વર્ષની હતી ત્યારે તેને લગ્ન કર્યા હતા અને જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેને મને જન્મ આપ્યો હતો. આ લગ્ન ઘરેલું હિંસાથી ભરપૂર હતું. તે ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની માતાને મારતો હતો. આ બધું હોવા છતાં તેના માતા-પિતા તેને બધું સહન કરવા માટે કહેતા હતા. મારા ભાઈનો જન્મ થયો ત્યારે પણ કંઈ બદલાયું નથી. અમે અમારી માતાને પિતા દ્વારા આપવામાં આવતા ત્રાસ જોઈને મોટા થયા છીએ.

પાપા મમ્મીને મારી નાખશે એવા ડરથી અમે શાળાએ જતા ન હતા. અમે વચ્ચે આવવાનો પ્રયાસ કરતા તો તેઓ અમને પણ મારતા હતા. જ્યારે હું 9 વર્ષની હતી. ત્યારે અમે બે મહિના સુધી શાળાએ ગયા ન હતા. શાળાના કાઉન્સેલરે ઘરે ફોન કર્યો હતો. ત્યાર પછી માતાને સમજાયું હતું કે આ બધાની અમને કેવી અસર થઈ છે. ત્યાર બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેના માતા-પિતાને આ નિર્ણય પસંદ આવ્યો ન હતો અને તેઓએ તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આટલું થવા છતા પણ માતા પોતાના નિર્ણયથી હટી નહી અને અમે તે ઘર છોડી દીધું હતું.

માતાએ હાર ન માની અને પોતાના પગ પર ઊભી રહી:
માતા કોલ સેન્ટરમાં કામ કરવા લાગી. હું અને સમીર પ્રાથમિક શાળામાં હતા, ત્યારે મારી માતાએ 12માની પરીક્ષા પાસ કરી હતી. ઘરના કામકાજથી માંડીને અમારું ધ્યાન રાખવાનું, સાથે ભણવાનું અને કામ કરવાનું, બધી બાબતોનું ધ્યાન રાખવાની, મમ્મી હંમેશા દોડતી રહેતી. જ્યારે હું 12 વર્ષની થઇ ત્યારે મેં તેને ગ્રેજ્યુએટ થતા જોયા. ત્યારે મને તેમના પર ખૂબ જ ગર્વ અનુભવાયો હતો.

ત્યાર પછી તેણે એમબીએ કર્યું અને પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમના છૂટાછેડા પણ નક્કી થઈ ગયા. આખરે વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય તેવું લાગ્યું અને આ સમય દરમિયાન જ ‘K’નો અમારા જીવનમાં પ્રવેશ થયો. બંનેની મુલાકાત 6 વર્ષ પહેલા થઈ હતી. અમે તેને તેની માતાની ઓફિસના મિત્ર તરીકે ઓળખતા હતા. મને અને સમીરને તે ખૂબ ગમ્યા હતા.

માતાને ફરીથી ખુશી મળી:
જ્યારે અમે બધા બે મહિના પહેલા દુબઈ ગયા ત્યારે તેણે અમને કહ્યું કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. આ જાણીને અમારી ખુશીનો કોઈ પાર ન હતો. તે દિવસે રાત્રિભોજન દરમિયાન, તેણે અમને કહ્યું કે કેવી રીતે બંને પ્રેમમાં પડ્યા. વાત કરતી વખતે મમ્મીની આંખોમાં ચમક આવી ગઈ, મેં તેને પહેલીવાર આટલી ખુશ જોઈ હતી. સમીર અને હું મુંબઈ પાછા ફર્યા, પણ એક મહિનામાં બંનેએ અમને બીજું સરપ્રાઈઝ આપ્યું. 12 ડિસેમ્બરે આ લવબર્ડ્સે લગ્ન કરવાનું નક્કી કર્યું અને કહ્યું કે ‘અમે 5 દિવસમાં લગ્ન કરવાના છીએ’.

હું મારા આંસુ રોકી શકી ન હતી:
હું ખૂબ જ લાગણીશીલ અને ઉત્સાહિત થઈ રહી હતું. હું માતા માટે ખૂબ જ ખુશ હતી. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. તેમની મુલાકાત દરમિયાન હું મારી જાતને રડતા રોકી શકી ન હતી. વિદાય વખતે મારી માતાએ કહ્યું, ‘આને બહાર કાઢો. તે મને પણ રડાવે છે, મારો મેકઅપ બગડી જશે.’ આ સાંભળીને બધા હસવા લાગ્યા. તે દિવસ આમારા માટે ખુબ જ સારો હતો.

જ્યાં સુધી ‘કે’ અમારા જીવનમાં ન હતો ત્યાં સુધી અમે અમારા જીવનને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યા હતા. જો કે, તેમના આગમન પછી, અમારું જીવન વધુ ખુશીઓથી ભરાઈ ગયું છે. માતા હંમેશા ખુશ દેખાય છે, મને અને સમીરને એવું કુટુંબ મળ્યું જેનું અમે હંમેશા સપનું જોયું હતું. કેટલાક લોકોને બીજી તક મળવી જ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *