વાહ! લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા અને ભાજપના કાર્યક્રમમાં 200થી વધુ લોકો- જુઓ વિડીયોમાં કેવી રીતે ઉડ્યાધજાગરા

ગુજરાત(Gujarat): કોરોના(Corona)ની ત્રીજી લહેરના હાહાકાર વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈન્સ(Corona Guidelines) અનુસાર ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં 150…

ગુજરાત(Gujarat): કોરોના(Corona)ની ત્રીજી લહેરના હાહાકાર વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈન્સ(Corona Guidelines) અનુસાર ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં 150 લોકોની જ મર્યાદા નકકી કરવામાં આવી છે. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી(AAP)ને અલવિદા કર્યાના ગણતરીના કલાકમાં જ લોકગાયક અને નેતા વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના કાર્યક્રમમાં 200થી વધુ કાર્યકરો, આગેવાનો અને નેતાઓની એક જ હોલમાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ત્યારે લોકો માટે નિયમ હોય છે ત્યારે નેતાઓ માટે કેમ નિયમ નહીં તે એક ચર્ચાનો વિષય લોકોમાં બન્યો છે.

વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો અને સાથે ટોળા પણ લઈ ગયા:
વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરવા માટે પહોંચ્યા હતા. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે પહેલાથી જ અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કમલમના હોલમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહેરાવ્યો હતો. ત્યારે હોલમાં સ્ટેજની નીચેની જગ્યામાં જ 180થી વધુ કાર્યકરો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્ટેજની ઉપર પણ 20થી વધુ ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય નેતાઓ અગાઉ પણ નિયમોના ઉડાવી ચુક્યા છે ધજાગરા:
સામાન્ય નાગરિકો દ્વારા નિયમોનું પાલન ના કરવામાં આવે ત્યારે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમમાં નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડે તે માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી આવતી નથી. અગાઉ પણ રાજકીય કાર્યક્રમોમાં મર્યાદા કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, એટલે આ પરથી કહી શકાય કે નિયમો માત્ર નાગરિકો માટે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *