સીમા હૈદરની જેમ ભારતની અંજુએ પાર કરી બોર્ડર- ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં પડ્યા બાદ પહોંચી ગઈ પાકિસ્તાન

Anju Nasrullah Love Story: સીમા હૈદર બાદ દેશમાં એક નવી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી અંજુની છે, જે હવે પાકિસ્તાન…

Anju Nasrullah Love Story: સીમા હૈદર બાદ દેશમાં એક નવી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી અંજુની છે, જે હવે પાકિસ્તાન પહોંચી ગઈ છે. જ્યારે તેના પતિને મીડિયા દ્વારા આ માહિતી મળી તો તે ચોંકી ગયો. પતિ અરવિંદને તેની પત્નીએ 4 દિવસ પહેલા જયપુર આવવાનું કહ્યું હતું. પરંતુ તે સતત તેની સાથે વોટ્સએપ કોલિંગ(Anju Nasrullah Love Story) દ્વારા વાત કરતી હતી. તારીખ 23મી જુલાઈ, રવિવારના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ જ્યારે મેં તેની સાથે વોટ્સએપ કોલિંગ દ્વારા વાત કરી, ત્યારે તેણે કહ્યું કે તે લાહોરમાં છે અને બે-ત્રણ દિવસમાં પછી આવશે.

અંજુ પાકિસ્તાન પહોંચ્યા પછી, એવી માહિતી મળી રહી છે કે તે અહીં નસરુલ્લા નામના વ્યક્તિને મળવા આવી છે, જેની સાથે તે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી. નસરુલ્લાહ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે નસરુલ્લાનો પ્રેમ અંજુને પાકિસ્તાન ખેંચી લાવ્યો હતો.

અરવિંદને તેની નસરુલ્લા સાથેની મિત્રતા વિશે ખબર ન હતી
જ્યારે મીડિયા દ્વારા ખબર પડી કે, જ્યારે અંજુ તેના એક પ્રેમી પાસે ગઈ હતી ત્યારે પતિ અરવિંદે કહ્યું કે તેને આ વિશે કઈ ખબર નથી. અરવિંદનું કહેવું છે કે તે નસરુલ્લાની મિત્રતા વિશે કંઈ જાણતો જ ન હતો. પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેની પત્ની પરત ફરશે. અરવિંદ ભીવાડીમાં ઈન્ડેક્સ કંપનીમાં કામ કરે છે અને તેની પત્ની અંજુ પણ અહીંની એક ખાનગી કંપનીમાં બાયો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હતી.

2005થી ભિવડીમાં રહે છે અરવિંદ
અરવિંદે જણાવ્યું કે, અંજુને વિદેશમાં નોકરી માટે 2 વર્ષ પહેલા પાસપોર્ટ બનાવ્યો હતો. અરવિંદને જયપુર ફરવા જવાનું કહીને 4 દિવસ પહેલા અંજુ ભિવડીથી નીકળી ગઈ હતી. આ પછી તે વોટ્સએપ કોલિંગ દ્વારા તેના પતિના સંપર્કમાં હતી પરંતુ આજે તેણે તેના પતિને કહ્યું કે તે લાહોર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 21 જુલાઈ 2023ના રોજ તે પાસપોર્ટ લઈને પાકિસ્તાન પહોંચી હતી. અરવિંદ 2005થી ભિવડીમાં રહે છે. બે બાળકોનો પિતા અરવિંદ પત્ની અંજુ અને અંજુના ભાઈ સાથે ભાડાના ફ્લેટમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *