મેનેજમેન્ટનો કોર્સ કરી આ બંને યુવકો રોડ પર સુટ-બુટમાં વેચી રહ્યા છે ગોલગપ્પા અને આલું-ચાટ

ઘણીવાર આપણે એવા લોકોને સૂટ-બૂટ(Suit-boots) પહેરીને જોયા છે, જેઓ મોટી કંપની (Company)માં કામ કરતા હોય છે કે પછી, ઓફિસ(Office) જતા હોય અથવા મોટા બિઝનેસમેન(Businessman) હોય છે. પરંતુ અહી એવા વ્યક્તિઓની વાત છે જે જાણીને તમે ચોકી જશો. બે યુવાન છોકરાઓ તેમની કારકિર્દી(Career) બનાવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેઓને પછીથી ખ્યાલ આવે છે કે તેમનો પોતાનો વ્યવસાય(Business) હોવો જોઈએ. આ કારણોસર તેઓ રસ્તાના કિનારે સૂટ-બૂટ પહેરીને પોતાની દુકાન(Shop) ખોલે છે.

22 વર્ષના બે યુવાન છોકરાઓએ હેન્ડકાર્ટ પર દુકાન ખોલી:
મળતી માહિતી અનુસાર, પટિયાલામાં રોડના કિનારે 22 વર્ષના બે યુવકો જેમણે પોતાની દુકાન ખોલી છે. તેણે કહ્યું કે સૌ પ્રથમ કામ ચા વેચીને શરૂ કર્યું. ધીરે ધીરે ધંધો મોટો કર્યો અને હવે ટિક્કી-ગોલગપ્પા વેચવા લાગ્યા. બંને છોકરાઓએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને પછી ‘ડોમિનોઝ’માં તેમની કારકિર્દી શરૂ કરી, પરંતુ પછી વ્યક્તિગત બચત સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. બંનેએ ઘરમાં જાણ કર્યા વગર જ પોતાનું કામ ચાલુ કરી દીધું હતું.

સૂટ-બૂટ પહેરીને ટિક્કી-ગોલગપ્પા વેચે છે:
કોવિડ સમયગાળા દરમિયાન તેમનું કામ બંધ થઈ ગયું હતું, આમ છતાં પણ તેમણે ચા વેચવાનું ચાલુ રાખ્યું. હેરીના જણાવ્યા અનુસાર, તે રાત-દિવસ મહેનત કરતો હતો, રાતના અઢી વાગ્યા સુધી વાસણો ધોતો હતો. પરંતુ હાલમાં હવે બંને રસ્તાના કિનારે ટિક્કી-ગોલગપ્પા વેચી રહ્યા છે અને લોકોને દરરોજ સારું ભોજન પીરસી રહ્યા છે. કાર્ટ પર ખાવા માટે લોકોની ભારે ભીડ છે. આ વીડિયો યુટ્યુબ પર હેરી ઉપ્પલ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 6 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 21 હજાર લોકોએ પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *