યુવતીને ખેતરમાં લઇ જઈને પ્રેમીએ બાંધ્યા શારીરિક સબંધ અને પછી 4 મિત્રોને બોલાવી કરાવ્યું દુષ્કર્મ

હાલમાં સ્ત્રીઓનાં અત્યાચારને લઈને ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં એક આવી જ બીજી ઘટના સામે આવી રહી છે. બારડોલી નજીક આવેલ એક ગામની…

હાલમાં સ્ત્રીઓનાં અત્યાચારને લઈને ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં એક આવી જ બીજી ઘટના સામે આવી રહી છે. બારડોલી નજીક આવેલ એક ગામની યુવતીને તેનો પ્રેમી જ ખેતરની ઓરડીમાં લઈને ગયો હતો. પહેલાં તો એણે આ યુવતીની સાથે સંભોગ કર્યા પછી તેની સાથે અન્ય 4 જેટલા મિત્રોએ પણ વારાફરતી યુવતી પર ગેંગરેપ પણ કર્યો હતો.

બારડોલીના તાલુકા મથક પાસે આવેલ એક ગામની માત્ર 21 વર્ષની યુવતીને પારડી ગામનો પરણિત યુવક અમિત સંજયભાઈ હળપતિની સાથે પ્રેમસબંધ પણ બંધાયા હતા. ગત ગુરુવારની સાંજે અમિત પ્રેમિકાને ફરવાના બહાને બાઇક પર બેસાડીને મહુવા તાલુકાના મહુડી ગામમાં આવેલ એક ખેતરની ઓરડીમાં લઇને ગયો હતો અને ત્યાં જ એની સાથે મરજી વિરુદ્ધનો શરીર સબંધ પણ બાંધ્યો હતો.

થોડીક જ વારમાં અમિતના અન્ય 4 મિત્રો પણ ઓરડીમાં આવી ગયા હતા, જે પૈકીના 1 યુવકે યુવતીને પકડીને રાખી હતી. જયારે બીજાં કુલ 3 યુવકે અંધારાનો લાભ લઈને યુવતીની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. અંતે, જેણે યુવતીને પકડીને રાખી હતી, તેણે પણ યુવતીની સાથે શરીર સબંધ પણ બાંધ્યો હતો. આ વખતે યુવતીએ બુમાબુમ કરવાનો પ્રયત્ન કરતા આરોપી અમિતે કહ્યું, કે બૂમ ન પાડતી નહિ તો તને લાકડાનો ઝપેટો મારી દઈશ એવી ધમકી પણ આપી હતી.

ગેંગરેપના મુખ્ય આરોપી અમીત હળપતિ તથા તેના સાથીદાર હિતેશ શંકરભાઇ હળપતિની જિલ્લા LCB તથા SOG દ્વારા સરભોણ પાસેથી ધરપકડ પણ કરી હતી. જયારે બીજાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *