ગરીબોની ભૂખ ટાળવામાં નિષ્ફળ રૂપાણી સરકાર: મફત અનાજ આપવાની જાહેરાત કરી પણ પુરવઠો તો આપ્યો નથી

આજે વડાપ્રધાન મોદી lockdown લંબાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત માટે દેશભરમાં રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનો થઇ રહ્યા છે. આયોજનો કરવામાં ગુજરાત સરકાર પણ…

આજે વડાપ્રધાન મોદી lockdown લંબાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત માટે દેશભરમાં રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનો થઇ રહ્યા છે. આયોજનો કરવામાં ગુજરાત સરકાર પણ બાકાત નથી, પરંતુ આયોજન વગર ના વિચારને કારણે હાલમાં ગુજરાતમાં થઇ રહેલા રાશન વિતરણ માં તાગાથૈયા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ગઈકાલથી અનાજ વિતરણ શરૂ થઈ ગયું છે. પરંતુ રાજ્યભરમાં રાશન નથી મળી રહ્યું તેવી ફરિયાદો ઉઠી રહી છે.

ગુજરાતભરમાં પ્રજાજનોના પ્રશ્ને લડી રહેલી ટીમ ગબ્બર ના એડવોકેટ કીર્તિ ગજેરા દ્વારા કરવામાં આવેલા એક  જનતા ઓડિટમાં સરકારની પોલ ખૂલી જતી જોવા મળી છે. કીર્તિ ગજેરા જણાવે છે કે, અલગ-અલગ જિલ્લામાં અમારી ટીમ કામ કરે છે અને તેમને અલગ અલગ ફરિયાદો મળી રહી છે. જ્યારે અમે આ બાબતે સુરત જિલ્લાના બે થી ત્રણ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી છે. અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું છે કે, સરકાર માત્ર જાહેરાત કરીને ઊભી રહી ગઇ છે અને જનતા અને સરકાર વચ્ચે દુકાનદારો અને અધિકારીઓ પર માછલા ધોવાઈ રહ્યા છે.

સુરતના એક લાભાર્થી પ્રવીણ તન્ના જણાવે છે કે, “પોતે સાયણ થી પુણા ગામની સત્યનારાયણ સોસાયટીમાં અનાજ લેવા આવ્યા હતા હું સવારે વહેલો નીકળ્યો હતો. જેથી રસ્તામાં પોલીસથી બચી શકાય મોટાભાગના રસ્તા બંધ હતા છતાં અનાજ મેળવવાની આશાએ હું દુકાન પર પહોંચ્યો હતો. પરંતુ દુકાનનું શટર બંધ હતું અને બહાર અનાજ ન હોવાનું કાગળ લટકી રહ્યું હતું.” જોકે વિવાદ થતા દુકાનદારે આ કાગળ કાઢી નાખ્યું હતું.

વરાછાના હીરા બાગ નજીક રામનગર સોસાયટી માં આવેલી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો સ્ટોક દુકાનમાં હાજર હતો પરંતુ ગ્રાહકો થોડા હતા. આ દુકાનદાર પાસે અનાજનો જથ્થો તો છે, પરંતુ ખાંડનો જથ્થો મળેલ નથી જેથી ગ્રાહકો ને સમજાવી ને ખાંડ વિના મોકલવા પડે છે.

સુરતના વરાછા અને કતારગામ માં વિવિધ સરકારી સસ્તા અનાજની દુકાનો પર એપીએલ કાર્ડ ધારકોએ વહેલી સવારથી લાઇનો લગાવી હતી. પરંતુ ઘણી દુકાનો માં અનાજ પુરવઠો ફાળવાયો નહોતો. દુકાન દારો નું કહેવું હતું કે અમને અનાજ પુરવઠો મળ્યો નથી. જેથી પુરવઠો આવશે ત્યારે અનાજ આપીશું. ઘણા દુકાનદારોએ અનાજનો જથ્થો નથી તેવા બોર્ડ લટકાવતા વિવાદ સર્જાયો હતો અને દુકાનદાર અને ગ્રાહકો સાથે જીભાજોડી ની ઘટનાઓ પણ બની હતી.

મુખ્યમંત્રી અને પૂરવઠા મંત્રીના હોમટાઉન રાજકોટમાં મફત અનાજ વિતરણમાં ભારે અંધાધુંધી સર્જાય છે. પૂરવઠા તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં કોઇ વ્યવસ્થા ગોઠવી હોવાના કારણે કાર્ડધારકોને ભારે અગવડતા પડી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે APL કાર્ડ ધારકોને અપીલ કરી હતી તે જેમને જરૂર નથી તેઓ અનાજ લેવા ન જાય, જેનું પાલન મહદઅંશે ગુજરાતીઓ કરી રહ્યા છે. પરંતુ પુરવઠો પૂરું પડવાનું કામ હજી સુધી સરકાર પૂરું પડી નથી શકી જેનો ઘટસ્ફોટ ખુદ અધિકારીઓ કરી રહ્યા છે. BPLકાર્ડ ધારકોને થયેલા અનાજ વિતરણ દરમ્યાન પણ સડેલું અનાજ મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *