કેનેડા: એવું કહેવાય છે કે, પતિ-પત્નીનો સંબંધ 7 જન્મો સુધીનો હોય છે. પરંતુ, આજે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે અમે તમને એવા જ એક સંબંધોની હેરફેર વિશે જણાવીશું જેને વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અહીં બે બાળકોના જન્મ બાદ અચાનક તેના પિતા તેમની મમ્મી બની ગયો.
જાણવા મળ્યું છે કે, આ સંપૂર્ણ મામલો કેનેડાનો છે. જ્યાં રહેતા 36 વર્ષીય ટી-લિન વૈન ડાયકે બે બાળકોના જન્મ બાદ પોતાનું જેન્ડર બદલી નાખ્યું હતું. જ્યારે સર્જરી બાદ તે મહિલાના કપડાં પહેરીને પોતાના બાળકોની સામે આવ્યો તો માસૂમ બાળકીઓને પણ મોટો ઝટકો લાગ્યો.
તેની પત્ની ગેબ્રિઅલા વેન ડાયક જણાવે છે કે, 3 દિવસ માટે બાળકીઓ આ વાતને સ્વીકારી શકી નહોતી કે તેમના જીવનમાં મોટો ફેરફાર થઈ ગયો છે. જોકે, તેની 6 વર્ષની દીકરી ઘરે બીજી મમ્મીને લઈને ઉત્સાહિત હતી. પરંતુ, મોટી દીકરી તેના પપ્પાને શોધી રહી હતી.
ડેલી મેઈલના રિપોર્ટ પ્રમાણે, ગ્રેબિએલા જણાવે છે કે તેને પોતાના પતિના જેન્ડર બદલ્યા પછી પણ કોઈ ખાસ ફેરફાર નથી દેખાતો. મને તેના આ નિર્ણયથી કોઈ વાંધો નથી. પરંતુ, દીકરીઓ નાની હોવાને કારણે તે સમજી શકતી નથી એટલા માટે તેમને 3 દિવસ સુધી પેનિક અટેક આવ્યો.
જોકે, ટી-લિનની નાની દીકરીએ આ વાત જલ્દી સમજી ગઈ અને તે બીજાને પણ આ વાતને લઈને કહેતી હતી કે, પપ્પા હવે મમ્મી બની ગયા છે. પરંતુ, તેની મોટી દીકરીને આ વાત સમજવામાં 2 અઠવાડિયાનો સમય લાગ્યો હતો. આ આઘાતમાંથી બહાર આવવામાં 7 વર્ષની આર્યાને ઘણા દિવસો લાગ્યા હતા.
આ અંગે ગ્રેબિએલા સ્પષ્ટ રીતે જણાવે છે કે, તેના પતિનું બાહ્ય રૂપ ભલે બદલાઈ ગયું હોય પરંતુ તે પહેલા જેવો હતો તેવો જ અત્યારે પણ છે. આવી સ્થિતિમાં તેના ડ્રેસ અથવા વ્યવહારથી તેને કોઈ ફરક નથી પડતો. તે આજે પણ એકસાથે જ છે. જેન્ડર બદલ્યા બાદ ટી લિને દીકરીઓને કહ્યું કે, હવે તે તેમની મમ્મી છે અને ગ્રેબિએલા તેમની મમ્મા.
ગેબ્રિએલા વધુમાં જણાવે છે કે, જ્યારે તેને પહેલી વખત ખબર પડી તો તે પોતાના પતિની સાથે થેરેપિસ્ટની પાસે ગઈ હતી. ટી લિનને લાગી રહ્યું હતું કે, આ બધું જાણ્યા પછી તેની પત્ની તેને છોડી દેશે અને તેમના છૂટાછેડા થઈ જશે. જોકે, આવું કંઈ થયું નહીં અને તેની પત્નીએ તેની લાગણી સમજી અને તેનો સાથ આપ્યો. જાણવા મળ્યું છે કે, હવે તેનો પતિ તેના જ કપડા પહેરીને તૈયાર થાય છે અને તેની જેમ જ વર્તે છે. હવે તે પોતાની જાતને પતિ નહીં પત્ની માને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.