આજે વિશ્વ મહિલા દિવસ છે અને મહિલાઓનું ઠેર-ઠેર સન્માન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં મહિલા દિવસે જ એક મહિલાને ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વાંદા મારવાની દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિ દ્વારા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો.
પતિ સહિત સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ વાંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જમીન પર ઢળી પડી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ દ્વારા તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું. મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે, પારિવારિક ઝગડો હોવાનું અને પતિએ કાઢી મૂકતા દવા પી લીધી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
હાલ ગુજરાતના અમદાવાદમાં ચાલતી આઈશાની કહાનીમાં પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતા પતિ પરણીતાને આપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલાં પોતાનો વીડિયો મોકવા માટે કહ્યું હતું. જેથી આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાનો આપઘાત કરતો વીડિયો વાઇરલ થયા બાદ આ અંગે પરિણીતાને ન્યાય આપવા માટે અનેક લોકો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદની આઇશાની જેમા સુરતની શબનમને પણ તેના પતિએ માનસિક ત્રાસ આપવા સાથે તરછોડી દીધી છે. જેને લઈને તેને આત્મહત્યા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle