સુરતમાં પૈસાની લેતીદેતીમાં ખેલાયો લોહિયાળ ખૂની ખેલ- બે લોકોને જમીન પર જ ઢાળી દીધા- જુઓ LIVE વિડીયો

કોરોનાના સંક્રમણ વચ્ચે સુરતના માંગરોળ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લે આમ મારામારીનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અફરાતફરીનો માહોલ સર્જાય સર્જાયો છે. માંગરોળના મોટા બાસરા વિસ્તારમાં રૂપીયાઓની દેવડ-દેવડમાં એક આધેડે ચપ્પુ અને ડંડા વડે માર મારીને બે લોકોને ઘટના સ્થળે જ લોહીલુહાણ કરી નાખ્યા છે. આ મહામારીનો ખતરનાક વિડીઓ સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કોરોનાના સંક્રમણ વચ્ચે આ ઘટના અત્યંત ગંભીર કહી શકાય. આ ઘટના બનતા જ સુરત પોલીસના પેટ્રોલિંગ અને કોરોનાની ફરજ વચ્ચે પોલીસની તમામ પોલ ખુલી રહી છે. આ સમગ્ર ઘટના વિશે પોલીસે તપાસ તેજ કરી છે.

એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં મારામારીની ઘટનાનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. સુરત શહેરની સાથે સુરત જીલ્લામાં પણ કોરોનાએ આંતક મચાવ્યો છે. ત્યારે આવા સમયમાં માંગરોળ વિસ્તારનો એક ખતરનાક વીડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી ગયો છે.

માંગરોળ નજીકના જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડ બાબતે એક આધેડે ચપ્પુ અને પાઈપ દ્વારા 2 લોકોને મારીને લોહીલુહાણ કરી દીધા હતા. બંને વ્યક્તિઓને માર મારતા જમીન પર ઢળી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્યાના સ્થાનિક લોકો પણ આ ઘટના અંગે કઈ ન કરી શક્યા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બંને વ્યક્તિઓને માર મારવાની સમગ્ર ઘટના વીડીઓમાં કેદ થઈ ગઈ છે. કંપનીમાં કામ કરી રહેલા શેઠે પોતાના કારીગરોને રૂપિયાની લેવડ દેવડ માં બંનેને જાહેરમાં માર મારવાની સમગ્ર ઘટના વીડીઓમાં કેદ થઈ ચુકી છે. માર મર્યા બાદ બંને લોહીલુહાણ થઈ ગયા હતા જેમને લીધે બન્ને વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને 108 ઘટના સ્થળે પહોચી હતી. 108 ની મદદ લઈને બંને વ્યક્તિઓને સરકાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે પોતાની તપાસ તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *