ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલ એક મહિલા પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી હતી.
જાણવા મળ્યું છે કે, આ મહિલાની માતા ને સતત પગનો દુખાવો રહેતો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ માંની વેદના ઓછી થઈ ન હતી. જેથી આખરે મહિલાએ માં મોગલને યાદ કર્યા હતા. તેમજ તેની માનતા માની હતી. મહિલાએ તેની માતાના સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી હતી.
માનતા માન્યના થોડા જ દિવસોમાં મોગલ માં એ પોતાનો પરચો બતાવ્યો હતો. જેને પગલે યુવતીની માંને સારું થઈ ગયું હતું. તેથી મહિલા માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોચી હતી. જ્યાં તેણે મણીધર બાપુને વીંટી આપી હતી. જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.
માં મોગલની સાથે જયારે આસ્થાનો દોરો બંધાઈ જાય ત્યારે ભક્તનો એક વાળ પણ વાંકો નથી થતો. આજ સુધી કરોડો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. તેમજ માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. માં મોગલના પરચાઓ માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. લોકો લાખોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.