ગ્વાલિયર: ઘાટીગાંવ સ્થિત સિમરિયાના જંગલોમાંથી ટુકડાઓમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેનો મૃતદેહ એક કોથળામાં બંધ હતો. લાશને 3 ભાગમાં કાપીને અલગ અલગ પોલિથિનમાં પેક કરીને મુકવામાં આવી છે. પોલીસે મૃતદેહના ટુકડાઓ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ પહેલા તો મુંજવણમાં મુકાઇ ગઈ હતી કે, આ મૃતદેહ છોકરાનો હતો કે છોકરીનો. શનિવારે બપોરે પોસ્ટમોર્ટમ હાઉસમાં ડોક્ટરોએ 30 થી 35 વર્ષના યુવકની લાશ હોવાનું જણાવ્યું છે. પોલીસે કહ્યું કે હત્યા ઘાતકી હતી. સ્થળ પર ન તો લોહી કે ન તો કોઈ પુરાવા મળ્યા છે. હત્યા બીજી કોઈ જગ્યાએ કરવામાં આવી છે. હાલ પોલીસ ટુકડાઓને જોડીને ઓળખવાની કોશિશ કરી રહી છે.
સિમરિયાના જંગલમાં શુક્રવારે સાંજે એક બોરી બિનવારસી હાલતમાં પડી હતી. બોરીમાંથી દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બોરી ખોલતાની સાથે જ પોલીસ કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા, કારણ કે બોરીની અંદર ત્રણ પ્લાસ્ટિક પોલીથીન હતી. પોલિથિનમાં શરીરના અલગ ટુકડા કરવામાં આવ્યા હતા. જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ત્યારબાદ ફોરેન્સિક નિષ્ણાત અખિલેશ ભાર્ગવને પણ બોલાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, યુવકની હત્યા ક્યાંક બીજે કર્યા બાદ મૃતદેહ અહીં ફેંકી દેવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટે પોલીસે જિલ્લા તેમજ અન્ય રાજ્યોને જાણ કરી છે. મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી તેને ઓળખવો પણ મુશ્કેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શરીર સડી ગયું છે.
આવી સ્થિતિમાં પોલીસને શંકા છે કે, હત્યાનું કારણ ગેરસંબંધ હોઈ શકે છે. આ ઘટના અંગે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ આદિત્ય શુક્લાએ જણાવ્યું હતું કે, હવે જાણવા મળ્યું છે કે મૃતદેહ યુવાનનો છે. હવે તેમને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓળખ બાદ તપાસની યોગ્ય દિશા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.