અમદાવાદી યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં આચર્યું દુષ્કર્મ

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયાથી એક યુવક સાથેનો પરિચય યુવતી માટે મુસિબત બન્યો છે. જાણવા મળ્યું છે કે,…

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયાથી એક યુવક સાથેનો પરિચય યુવતી માટે મુસિબત બન્યો છે. જાણવા મળ્યું છે કે, ઈન્સ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવકે એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કર્યા બાદ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પણ યુવકે યુવતીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત, યુવતીએ યુવકને આવું ન કરવાનું કહેતા તેની સાથે મારપીટ કરી હોવાનું પણ સામે આવ્યુ છે. આ અંગે વેજલપુર પોલીસ દ્વારા બળાત્કાર સહીતની કલમો હેઠળ ગુનો નોંધી જીત ત્રિવેદી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, વેજલપુર પોલીસ દ્વારા જીત ત્રિવેદી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પોલીસે જીતની બળાત્કાર, બ્લેક મેઇલિંગ અને મારામારીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીએ એર હોસ્ટેસનો અભ્યાસ કરતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને પોતાના ઘરે મળવા બોલાવી પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાં કેફી પીણું પીવડાવી અવારનવાર યુવતીની મરજી વગર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી જીત ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે.

બળાત્કાર અંગે ફરિયાદ નોંધાવતા યુવતીએ વેજલપુર પોલીસ સમક્ષ રજૂઆત કરી કે, આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીના માતાપિતા યુવતીને મળવા માંગે છે તેમ કહી ઘરે એકલી બોલાવી હતી. ત્યાં એકલતાનો ગેરલાભ લઈ ફરી વખત બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આ બનાવ બાદ પીડિતાને દુઃખાવો રહેતા તેણે આ અંગે માતા-પિતાને જાણ કરી હતી. બાદમાં આ આખો મામલો વેજલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

મહત્ત્વનું છે કે, સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીએ યુવક પર આંધળો વિશ્વાસ રાખતા પસ્તાવવાનો સમય આવ્યો છે. બીજી બાજુ વેજલપુર પોલીસ દ્વારા યુવકના મોબાઈલ અને સોશિયલ મીડિયાની તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી યુવક પાસે યુવતીના કોઈ ફોટા છે કે કેમ, અને કોઈ જગ્યાએ વાયરલ કર્યા છે કે નહિ તે અંગે તપાસ થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *