જમ્મુ-કાશ્મીરના સતત ચાર મહિના સુધી બંધ રાખવાના કારણે કેને અર્થતંત્ર પર ભારે નુકસાન થયું છે. કાશ્મીરના અર્થતંત્ર એ 17,878 કરોડનું જંગી નુકસાન કર્યું છે. આ વાતની જાણકારી ત્યાંના ધંધાદારીઓ પાસેથી મળી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટના નિર્ણય બાદ ખલેલ ના કારણે જે નુકસાન થયું તેનો વિસ્તૃત ક્ષેત્ર વાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો. આ અહેવાલ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. નુકશાન ની ગણતરી જમ્મુ-કાશ્મીરના 2017-18 ના GDP પરથી કરવામાં આવી છે.
આ રિપોર્ટ કાશ્મીર ઘાટીના ૧૦ જિલ્લાઓ કે જે કુલ વસ્તીની ૫૫ ટકા વસતી ધરાવે છે તેને કેન્દ્રમાં રાખીને જાહેર કરવામાં આવ્યું છે. 120 દિવસના સમયને ધ્યાનમાં લઇ નુકસાની ની ગણતરી થઇ છે. આ રીતે ગણતરી કરવામાં આવે તો કાશ્મીરને ૧૨૦ દિવસમાં રૂપિયા 17,878.18 કરોડનું નુકસાન થયું છે.
ઇન્ટરનેટ અને ઈ-કોમર્સ સાથે સીધી રીતે જોડાયેલા ધંધાદારી ક્ષેત્રો નષ્ટ થઈ ગયા છે. સરકારે સફરજન ની ખરીદી માટે 8000 કરોડ રૂપિયા ભાવ મૂક્યો છે જેને કારણે બજારમાં વેચાણ ને લઈને સ્થિરતા અને ગભરાટનો માહોલ છે.
કાશ્મીરનું પર્યટન ક્ષેત્ર ધ્રુજી ઉઠ્યું છે. કશ્મીરના કાર્યકરો તેમજ વણકરો બેરોજગાર બની ગયા છે. લગભગ 2,520 કરોડ રૂપિયા નું ઉત્પાદન કચરો બનીને રહી ગયું છે. સરકાર દ્વારા ગરીબ ખેડૂતોના નુકસાન લઈને કોઈ પગલાં હાથ ધરાયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.