Rajkot Accident: લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર વસ્તડી ગામ પાસે દારૂૂ ભરેલ પીકઅપ વાનના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત (Rajkot Accident) બાદ દારૂૂની બોટલો રસ્તા પર વેરવિખેર હાલતમાં નજરે પડતા લોકો લેવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા અને અન્ય વાહનચાલકોમાં પણ આ દ્રશ્યો જોઈ કુતુહુલ સર્જાયું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ લીંબડી-રાજકોટ હાઈવે પરથી પીકઅપ વાન પસાર થઈ રહી હતી તે વસ્તડી ગામ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ વાન રસ્તા વચ્ચે પલટી મારી જતા પીકઅપમાં ભરેલ ઈંગ્લીશ દારૂૂનો પર્દાફાશ થયો હતો.તેમજ દારૂૂની પેટીઓ રસ્તા પર રેલમછેલ થઈ હતી.
પીકઅપ પલટી મારતા રોડ ઉપર દારૂની રેલમછેલ
સુરેન્દ્રનગરમાંથી દારૂ પસાર થતો હોવાનું સામે આવ્યું હતું અને પીકઅપ પલટી મારતા રોડ ઉપર દારૂની રેલમછેલ થવા પામી હતી. ત્યારે એટલી બધી હદે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસના ધજાગરા બોલ્યા કે લોકો પલટી મારેલી પીકપ વાહનમાંથી જે રોડ રસ્તા ઉપર દારૂ વેરાયો હતો તે લઈ અને ભાગ્યા હતા ત્યારે આ અંગેની જાણકારી લોકો દારૂ લઈ અને ભાગી ગયા બાદ લીમડી પોલીસને થઇ હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં થતા પોલીસ તંત્ર સબસલામત હોવાના કારણે કેટલું સલામત છે.
લોકોએ દારૂની મચાવી લૂંટ
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી કઈ અને કેવા પ્રકારના વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો છે તે પણ એક સામે આવ્યું હતું અને પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થયા છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસના ધજાગરા બોલતો બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર જ્યા એક પીકવાન પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે આ પીકવાનમાં દારૂ હતો જે લોકોએ લૂંટી લીધો.
પોલીસે કરી નામની કાર્યવાહી
લોકોને જ્યારે ખબર પડી કે પીકઅપ વાનમાં દારૂ ભરેલો છે. ત્યારે દારૂને લૂંટવા માટે લોકોની પડાપડી થઈ હતી. લોકો આખેઆખી દારૂની પેટી લઈને ત્યાથી ભાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. જેમા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોચી અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App