એકવાર ફરી કોરોનાને કારણે શાળાઓ બંધ- નોંધાઈ ગયા અઢળક કેસ

હાલ કોરોનાનો ખતરો ઘટ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ, ચીનમાં(China) ફરી એકવાર કોરોના વાયરસે(Corona virus) દસ્તક આપી છે. એક રીપોર્ટ અનુસાર, રવિવારે ચીનમાં લગભગ 3400…

હાલ કોરોનાનો ખતરો ઘટ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ, ચીનમાં(China) ફરી એકવાર કોરોના વાયરસે(Corona virus) દસ્તક આપી છે. એક રીપોર્ટ અનુસાર, રવિવારે ચીનમાં લગભગ 3400 નવા કેસ નોંધાયા છે. શનિવારની સરખામણીમાં આ કેસ બમણાથી પણ વધુ છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસોએ ફરી એકવાર આરોગ્ય અધિકારીઓની(Health officials) ચિંતા વધારી દીધી છે.

મોટાભાગના કેસો બે વર્ષ પછી:
મળેલી માહિતી મુજબ ચીનમાં લગભગ બે વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં દૈનિક કેસ નોંધાયા છે. આવી સ્થીતીમાં ચીનના કેટલાક શહેરોના ઘણા ભાગો ધીમે ધીમે બંધ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય શાંઘાઈ શહેરમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અગાઉ, કેટલાક શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન લાદવામાં આવ્યું છે.

ઘણા શહેરોમાં ચેપ ફેલાઈ રહ્યો છે:
અહેવાલો અનુસાર, ચીનના ઘણા શહેરોમાં કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે. લગભગ અડધો ડઝન શહેરોમાં કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો જીલિન શહેરમાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શનિવારે લગભગ 1412 કેસ નોંધાયા છે. તે જ સમયે, વિવિધ શહેરોમાં પણ ચેપ વધી રહ્યો છે.

ભારતમાં કોરોનાના 3116 નવા કેસ:
ચીનમાં વધી રહેલા કેસોના કારણે ભારતમાં પણ કેસો વધવાનો ખતરો છે. ફરી વધતા કોરોનાના કેસોએ ભારતમાં પણ આરોગ્ય અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. મળેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3116 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે દેશમાં 38069 સક્રિય કોરોના દર્દીઓ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 4.24 કરોડ લોકો સાજા થયા છે. તેમજ પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *