હાલમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે ત્યારે અવાર-નવાર હોસ્પીટલની બેદરકારી પણ સામે આવતી રહે છે. સિવિલ હોસ્પીટલની બેદરકારી ઉપરાંત વી.એસ હોસ્પિટલ પણ વિવાદોમાં આવતી રહે છે. અનેક વખત વિવાદમાં રહેલી વી.એસ હોસ્પિટલ (Vs Hospital) ફરી એક વખત વિવાદમાં આવી છે. અમદાવાદની (Ahmedabad) પ્રખ્યાત એવી વી.એસ હોસ્પિટલમાંથી એક મહિલાનો મૃતદેહ ગુમ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદના વેજલપુરના 70 વર્ષીય મહિલાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેને 11 નવેમ્બરના રોજ મૃતદેહને વીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ મૃતદેહ (Death Body)ગુમ થઈ ગયો હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, વેજલપુરના 70 વર્ષીય આધેડ મહિલાને હાર્ટ એટેક (Heart Attack)આવતા વીએસમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. તે બાદ તેમનો પુત્ર કેનેડા હોવાથી મૃતદેહને 11 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. પરંતું પુત્ર કેનેડાથી આવ્યો ત્યારે મૃતદેહ મળ્યો નહીં. આ અંગે પરિવારે પોલીસને જાણ કરી છે.
જો કે મહિલાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ગત ૧૧ તારીખે માતાનુ મોત થયુ હતુ. ત્યારે આ અંગે શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે મામલાની ગંભીરતા જોતા મહત્વની તપાસ હાથ ધરાઇ છે. મળતી માહિતી અનુસાર, મહિલાને મૃતદેહ વગર રિસિપ્ટે બોડી લીધી હતી. મરનારનું નામ લેખાબેન છે. જેમની ઉંમર 65 વર્ષ છે. જે વેજલપુરના રહેવાસી છે.
જોકે, કેનેડાથી આવેલા પુત્રને મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ જોતા પ્રશ્ન એ થાય છે કે, આખરે મૃતદેહ કોણ લઇ ગયું? હજી કેટલી વખત હોસ્પિટલની આવી બેદરકારી સામે આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાંથી પણ મૃતકોના મૃતદેહ ગાયબ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle