ઉત્તર પ્રદેશના આગ્રામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં વિજળી વિભાગના એક નિરિક્ષકે લાઇનપાર પોલીસ સ્ટેશનની વીજળી ગુલ કરી નાખી. મંગળવારે સાંજે ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવાના કારણે પોલીસે તેનુ 500 રૂપિયાનું ચાલાન કાપી નાંખ્યુ. વીજળી નિરિક્ષક આ વાતથી નારાજ હતો. વીજળી કપાયા બાદ પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો. વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવા પર આશરે ચાર કલાક બાદ પોલીસસ્ટેશનનું વીજ કનેક્શન ફરીથી જોડાયું. આ દરમિયાન સ્ટેશન અંધકારમય રહ્યુ.
વીજ નિરિક્ષક શ્રીનિવાસે જણાવ્યું કે, હું ટુવ્હીલર પર સ્થાનિક પાવર સ્ટેશન પરત ફરી રહ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર રમેશ ચંદ્રએ મને અટકાવ્યો અને હેલ્મેટ ન પહેરવાના કારણે મારુ 500 રૂપિયાનુ ચાલાન કાપ્યુ. મે તેમની વાત જુનિયર એન્જિનિયર સાથે કરાવી. જુનિયર એન્જિનયરે મને છોડી દેવા કહ્યું પરંતુ પોલીસે તેની એક ન સાંભળી.
પોલીસે જણાવ્યા ટ્રાફિકના નિયમ તો…
શ્રીનિવાસે જણાવ્યું કે જ્યારે તે લોકોએ તેને છોડવાની વિનંતી કરી તો એસઆઇ અને તેના સહયોગીએ ટ્રાફિક નિયમો વિશે જણાવવાનું શરૂ કરી દીધું. જે બાદ શ્રીનિવાસે પણ પોલીસકર્મીઓને વીજળી બિલની ચુકવણી સમય પર ન કરવાના નિયમ અને દંડ વિશે જણાવ્યુ.
પોલીસ સ્ટેશનનું લાખોનું વિજળીનું બિલ ચુકવવાનું બાકી
શ્રીનિવાસે કહ્યું કે પોલીસ સ્ટેશનનું 6.6 લાખ રૂપિયાનું બીલ ભરવાનું બાકી છે, તેથી તેણે પોલીસ સ્ટેશનની વીજળી કાપી નાંખીય ફિરોઝાબાદ ડિસ્કોમના ઉપ-વિભાગીય અધિકારી, દક્ષિણાંચલ વિદ્યુત નિગમ, રણવીર સિંહે પુષ્ટિ કરી કે લાઇનપાર પોલીસ સ્ટેશનનું લાખોનું બિલ ભરવાનું બાકી છે.