બીજી વખત સરકાર બન્યા બાદ, મોદીજી આપશે ખેડૂતોને આ મોટી ભેટ, જાણો વધુ

મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક મોદી સરકાર 2.0ની આજે પહેલી કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. સૂત્રો મુજબ સરકાર પહેલા નિર્ણયમાં ખેડૂતોને ભેટ આપવા જઈ…

મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક

મોદી સરકાર 2.0ની આજે પહેલી કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. સૂત્રો મુજબ સરકાર પહેલા નિર્ણયમાં ખેડૂતોને ભેટ આપવા જઈ રહી છે. ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજના હેઠળ દેશના બધા ખેડૂતોને આર્થિક મદદ કરવા પર કેબિનેટમાં નિર્ણય લેવાઈ શકે છે. તેમાં ભૂમિહીન ખેડૂતોને પણ શામેલ કરી શકાય છે. આ ઉપરાંત 60 વર્ષથી વધારે ઉંમરના નાના અને મધ્યમ ખેડૂતોને પેન્શન આપવાનો નિર્ણય પણ લઈ શકાય છે.

ખેડૂતો માટે લઈ શકે મોટા નિર્ણય

આ યોજનાની જાહેરાત સરકારે પાછલા કાર્યકાળના અંતિમ બજેટમાં કરી હતી. તેને લાગૂ પણ કરી દેવાઈ છે અને પહેલો હપ્તો 2.25 કરોડથી વધારે ખેડૂતોને મળી ચૂક્યો છે. ત્રણ હપ્તામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની ચૂકવણી થશે. અત્યાર સુધી આ યોજનામાં 2 હેક્ટર સુધી જમીનના માલિક નાના અને મધ્યમ ખેડૂતોને જ શામેલ કરાયા હતા, પરંતુ ચૂંટણી સંકલ્પ પત્રમાં બીજેપીએ દેશના બધા ખેડૂતોને આ યોજનામાં શામેલ કરવાની જાહેરાત કરી હતી.

આચાર સંહિતા લાગૂ થતા યોજનાનું કામ અટક્યું

આ વખતે ચૂંટણી આચાર સંહિતાનો સમય ખતમ થયા બાદ સરકારે રાજ્યો પાસેથી પ્રધાનમંત્રી કિસાન યોજના માટે નવા રજીસ્ટ્રેશન માગ્યા હતા. લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા 10 માર્ચથી લાગૂ થઈ હતી. આચાર સંહિતાના લાગૂ થયાના તરત બાદ ચૂંટણી પંચે કૃષિ મંત્રાલયને આ યોજના માટે નવા રજીસ્ટ્રેશન રોકવા કહ્યું હતું.

દરેક ખેડૂતને મળી શકે યોજનાનો લાભ

આ યોજના હેઠળ 2 હેક્ટર સુધી જમીન રાખનારા નાના અને મધ્યમ ખેડૂતોને પ્રતિ વર્ષ ત્રણ હપ્તામાં 6000 રૂપિયા સુધીની ચૂકવણી કરવામાં આવશે. સરકારે યોજના માટે 75000 કરોડ રૂપિયાની વહેંચણી કરી હતી. 2015માં કૃષિ જનગણના અનુસાર દેશમાં લગભગ 12.6 કરોડ નાના ખેડૂતો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાનો વ્યાપ વધારીને બધા ખેડૂતો માટે લાગૂ કરવાનો વાયદો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *