Raghavji Patel: ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ભારે વરસાદના કારણે પાકની નુકશાની પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત(Raghavji Patel) કરવામાં આવી છે. કૃષિ મંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાહત પેકેજ માટે ખેડૂતોને 350 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
કૃષિ વિભાગની મહત્વની જાહેરાત
કૃષિ વિભાગ દ્વારા રાજ્યનાં 9 જીલ્લાનાં 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં SDRF ના નિયમ પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે
કૃષિ મંત્રી રાધવજી પટેલ શું કહ્યું
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે
રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે.350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે. બિન પિયત ખેતી પાકના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 11 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પિયત પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22500 પ્રતિ હેક્ટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App