વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વોની દાદાગીરી સામે બુલડોઝરવાળી: ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડી પડાશે

Ahmedabad Crime News: અમદાવાદ પોલીસની આ કામગીરીના કારણે હવે શહેરની શાંતિ ડહોળતા પહેલા અસામાજિક તત્વો 100 વખત વિચાર કરશે. ત્યારે વસ્ત્રાલમાં (Ahmedabad Crime News) બનેલ ઘટનાને લઇ આરોપીઓની ઘર તોડી કાઢવામાં આવ્યા હતા. વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ રોડ-રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો, એને લઈને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

બે જૂથે અંગત અદાવતમાં ઝઘડો કરી આતંક મચાવ્યો હતો
પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યાર બાદ આજે 14 પૈકીના 7 આરોપીએ પોતાનાં મકાનો પણ ગેરકાયદે ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતાં અમદાવાદ મનપાની ટીમ પોલીસ-બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી હતી. સાત આરોપીનાં ગેરકાયદે મકાનોનું ડિમોલિશન શરૂ કરાતાં જ આરોપીઓનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશન કામગીરી યથાવત્ રાખી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય અસામાજિક તત્વોને બોધપાઠ મળે તેમ આરોપીઓના ગેરકાયદે મકાનો પણ તોડી પડાયા છે. જેમાં ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, અમરાઈવાડી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગરમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

વધુ મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં તોડફોડ કરનારા 3 આરોપીના ઘર જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. જેમાં રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ઘરનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. તેમજ અમરાઇવાડી અને ખોખરામાં આવેલ ગેરકાયદે મકાનો પર જમીનદોસ્ત કરાયા છે.

પોલીસે 14 આરોપીની ધરપકડ કરી હતી
આ અંગે પોલીસે ગુનો નોધી 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને પકડીને સ્થળ પર લઈ જઈને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઉપરાંત આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.