Ahemdabad Auto Drivers News: આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી 2025 એટલે કે આજથી રિક્ષામાં (Ahemdabad Auto Drivers News) ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું રહેશે. જો કે, તેની અમલવારી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર આવતી રિક્ષામાં ડિજિટલ મીટર જોવા મળ્યું ન હતું.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
રિક્ષાચાલકોનું કહેવું છે કે, મુસાફરો જ નથી ઈચ્છતા કે તેઓ મીટરથી પોતાના નિર્ધારિત સ્થળ પર પહોંચે. ગ્રાહકો ઉચ્ચક રૂપિયામાં ભાડું ચૂકવવાનો આગ્રહ રાખે છે. તો કેટલાક રિક્ષાચાલકોનું કહેવું છે કે, બજારોમાં તેમને ડિજિટલ મીટર પણ મળી રહ્યા નથી. રિક્ષાચાલકો માંગ કરી હતી કે ડિજિટલ મીટર લગાવવા માટે તેમને વધુ સમય આપવામાં આવે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું આજથી અમલમાં આવ્યું છે. ઓટો રિક્ષા એસોસિએશને મીટર ફરજિયાતના નિર્ણયને આવકાર્યો હતો.
મુસાફરોએ ફરજિયાત મીટરના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો
મોટાભાગના મુસાફરોએ ફરજિયાત મીટરના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો. ઓછા અંતરમાં મીટરના કારણે મુસાફરો રિક્ષાનો ઉપયોગ નહીં કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મુસાફરોએ લાંબા અંતરે મીટરથી મુસાફરીને યોગ્ય ગણાવી પણ ટૂંકા અંતર માટે મીટર જરૂરી નહીં હોવાનો મત વ્યકત કર્યો હતો. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી તમામ ઓટો રીક્ષામાં ફરજિયાત પણે મીટર લગાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે તથા 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર નહીં લાગેલું હોય તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે મીટરના ભાવ વધતા મુશ્કેલી વધી છે આ ઉપરાંત અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ રિક્ષામાં હાજર રાખવા પડશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ થવા જઈ રહ્યું છે. આ નવા સમયપત્રકમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના પરિણામે તેઓ તેમના નિર્ધારિત સમય કરતાં પહેલાં ગંતવ્ય સ્થાને પહોંચશે.
રિક્ષામાં મીટર રહેશે ફરજિયાત
રીક્ષા ચાલકો મીટર વગર જ ઉચ્ચક ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા 1 જાન્યુઆરી 2025 થી કાર્યવાહી થશે. તેથી દરેક રીક્ષા ચાલકે મીટર લગાવવું જ પડશે. બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ આરટીઓ પાસે નથી. કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે આરટીઓ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. પરંતુ કેટલાક રીક્ષા ચાલકો ગેરરીતી કરે છે જેમાં જ્યારે ફિટનેસ કરવાની હોય ત્યારે મીટર લગાવી દેતા હોય છે અને ત્યારબાદ રિક્ષામાંથી મીટર હટાવી લે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App