Ahemdabad Demolition: હાલમાં અમદાવાદમાં ગેરકાયદેસર મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે આજે અમદાવાદના(Ahemdabad Demolition) સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી. જે પછી પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં મેળવવામાં આવી હતી.
નિર્માણ કાર્ય માટે રોડ પરના દબાણ દૂર કરાયા
સ્થાનિકોનાં ઘર તૂટતાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી. જોકે, સ્થાનિકોને 10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના કાફલા સાથે ડિમોલિશનની કામગીરી
અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી. જે પછી પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં મેળવવામાં આવી હતી.
શું બની હતી ઘટના
આજથી સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાં અને મકાન આવેલાં છે. ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે. જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના વચ્ચે એ ડિવિઝનના 2 ACP જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10થી વધુ PI, PSI અને 100થી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા. જોકે, સ્થાનિકોને 10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે તમામને પોલીસે કાબૂમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પણ મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો.
કાર્યવાહીથી મહિલાઓનો વિરોધ
સવારે 9 વાગ્યે પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા, ત્યારબાદ પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે તમામને પોલીસે કાબૂમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પણ મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube