ભારતના 25 કરોડ કુર્મી સમાજના લોકો ઉભું કરશે તાકાતવર બિનરાજકીય સંગઠન, ઉમિયાધામ ઉંજા ખાતે યોજાયું સંમેલન

Ahemdabad(અમદાવાદ): લગભગ છેલ્લા ત્રણ દાયકાથી પાટિદાર સમાજ(Patidar samaj)ની તમામ સંસ્થાઓમાં સેવા આપી રહેલા ઉમેશ હાંસલિયા અને યુવા આગેવાન સંજય પટેલ દ્વારા આ બે દિવસીય ચિંતન…

Ahemdabad(અમદાવાદ): લગભગ છેલ્લા ત્રણ દાયકાથી પાટિદાર સમાજ(Patidar samaj)ની તમામ સંસ્થાઓમાં સેવા આપી રહેલા ઉમેશ હાંસલિયા અને યુવા આગેવાન સંજય પટેલ દ્વારા આ બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં વસવાટ કરતા અને કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા કૂર્મી – કુનબી – કણબી- કૂર્મી મરાઠા- કમ્મા – પાટીદાર સમાજને એક બેનર હેઠળ લાવીને તેમનાં સામાજિક પુનરુત્થાન તેમજ એકતાનાં ઉદ્દેશ્યથી ઉંઝા મંદિર હેઠળ આવતાં સોલા સ્થિત ઉમીયા કેમ્પસ ખાતે બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના 25 કરોડ કુર્મી સમાજના લોકો ઉભું કરશે તાકાતવર બિનરાજકીય સંગઠન
જેમાં દસ જેટલા રાજયોના કૂર્મી સમાજના સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને 25 કરોડથી વધારે કૂર્મી ભાઈઓ – બહેનો માટે એકતા સ્થાપિત કરવાની નેમ સાથે રાષ્ટ્રિય સ્તર પર એક શક્તિશાળી સંગઠનની રચના કરવાનો નિર્ણય લીધો હતો. 8 અને 9 એપ્રિલના દિવસે ચાર સત્રમાં કૂર્મી પાટીદાર સમાજનાં વિવિધ વિષયોને લઈ ઉપસ્થિત તમામ સામાજિક આગેવાનોએ ચિંતન કરી સમાજની સમસ્યાઓ અને તેના હલ બાબતે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમજ સંગઠનનાં માધ્યમથી સમાજનીતિનું નિર્માણ કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. છેલ્લા ઘણા દાયકાઓથી દેશમાં કૂર્મી પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત હોવા છતાં સમાજ હજૂ પણ તેની ઓળખ અને અસ્તિત્વ માટે ઝઝૂમી રહયો હોય તેવી પરિસ્થિતી છે. લોકતંત્રનાં ચાર સ્તંભ એવાં સંસદ, ન્યાયપાલિકા, અમલદાર તંત્ર અને મીડીયા માં 25 કરોડની આબાદી ધરાવતાં,

અને દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા આ સમાજની પૈઠ નામ માત્રની હોવાનો વસવસો ઉપસ્થિત આગેવાનોએ વ્યક્ત કરી શિક્ષણ, વ્યાપાર, ઉદ્યોગ સહિત નાં દરેક ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે વિવિધ પ્રકલ્પો શરૂ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સર્વોચ્ચ આસ્થાના કેન્દ્ર એવાં ઉમાધામ ઉંઝા મંદિર અને વિશ્વ ઉમિયા ધામ ખાતે બહારનાં રાજ્યોમાંથી પધારેલા કૂર્મી સમાજના અગ્રણીઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું.

ખાસ કરીને સમગ્ર દેશમાં દરેક રાજયમાં વસવાટ ધરાવતાં આ ખમીરવંતા, સાહસિક અને ઉદ્યમી સમાજમાં અગામી સમયમાં રોટી-બેટી વ્યહવાર શરૂ કરીને સામાજિક એકતાનો પાયો નાખવા માટે ખાસ એક્શન કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ચિંતન બેઠકમાં શંકરભાઈ પાટીદાર(રતલામ), રામાનુજ પટેલ (રીવા), ચિરાગ પટેલ (પાસ), દેવલ પાટીદાર (ઇન્દોર), મહેશ પાટીલ (કોલ્હાપુર) સતીષ કદમ (સતારા), સંજીવ પટેલ (શાહજહાંપુર), રવીશંકર રાવ (હૈદરાબાદ), હરીશચંદ્ર પટેલ (પ્રયાગ રાજ, યુપી), ગુણાનંદ મહતો (રાંચી, ઝારખંડ), પ્રીતમસિંહ પટેલ (બિહાર),

વિશ્વજીત પટેલ (છત્તીસગઢ), મનોજસિંહ પટેલ (બનારસ યુપી) અમિત પટેલ (મુંબઈ), રોહન સર દેસાઈ (ગોવા) અશોકભાઈ દલસાણીયા (રાજકોટ), અમોલ મહાદિક (સાંગલી, મહારાષ્ટ્ર), પ્રકાશભાઈ પટેલ (કઠલાલ),સંજીવ પાટીલ, દિનકર મહાડિક (સાંગલી), વિમલકુમાર સિંહ (અલ્લાહાબાદ) સહિતનાં આગેવાનો એ ઉપસ્થિત રહીને પોતના વિચારો રજૂ કર્યા હતા. અમદાવાદ નાં સોલા કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગોવા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતનાં રાજયોમાંથી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કૂર્મી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ ચિંતન બેઠકને અમેરિકા સ્થિત પાટીદાર ભામાશા અને પાટીદાર સમાજના બાહોશ આગેવાન સી.કે.પટેલે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધન કર્યું હતુ. દેશનાં 22 રાજ્યોમાં ફેલાયેલા 25,000 થી વધુ પત્રકારોના વિશાળ સંગઠન ABPSS નાં રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે આ બે દિવસીય ચિંતન બેઠક નું મુખ્ય સંયોજક તરીકે સંચાલન કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *