લગ્નની લાલચ આપી નરાધમે દિવ્યાંગ મહિલા સાથે બાંધ્યા સબંધ અને પીડિત મહિલાના એવા હાલ કર્યા…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાં સ્ત્રીઓની સાથે થતાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.અમદાવાદમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેનાં વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે તથા આની સાથે જ લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે. તો આવો જોઈએ શું છે સમગ્ર ઘટના.

સન્ની વ્યાસ નામનનો આ વ્યક્તિ કોઈ ચોરી તેમજ હત્યાનો આરોપી નથી. આ શખ્સે હેવાનિયતની સાથે નિર્દયતાની પણ બધી જ સીમાઓને પાર કરી નાખી છે. પોલીસ સ્ટેશનમાં ઉભેલ આ આરોપી સંજય ઉર્ફે સન્ની વ્યાસ નામના અને આ શખ્શે એક અપંગ મહિલાને સરકારી યોજનાનો લાભ અપાવી આપવાનો સપનાઓ દેખાડીને મહિલાની સાથે વિશ્વાસઘાત કર્યો છે તથા એનાથી પણ વધુ આ અપંગ મહિલાની સાથે લગ્ન કરવાની વાત કરીને મહિલાની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હોવાંનો આરોપ ફરિયાદી મહિલાએ પોલીસમાં કર્યો છે.

પોલીસની ગિરફતમાં આવેલ સન્ની વ્યાસે દિવ્યાંગ મહિલાને રસ્તા પર ભીખ મંગાવીને આ પીડિત મહિલા દ્વારા પ્રતિકાર કરતા નરાધમ સન્ની વ્યાસે ગરમ ચમચાના ડામ પણ આપ્યા હતાં તેમજ એનાથી પણ વધુ હેવાનિયત તો ત્યારે થઇ કે, જયારે મહિલા સતત પ્રતિકાર તથા વિરોધ કરતા અપંગ મહિલાનાં માથાના વાળ કાપી નાખ્યા હતા. ભીખ માંગવા માટે મોકલી આપીને ભીખમાં આવેલ પૈસા સન્ની વ્યાસ મહિલાની સાથે મારજુડ કરીને પડાવી લેતો હોવાનું પણ પોલીસની સામે ફરિયાદીએ જણાવતાં કહ્યું છે.

અગરબતીનાં કારખાનામાં કામકાજ કરનાર અપંગ મહિલાને એક સારું જીવન મળશે એવું સપનું દેખાડીને ભીખ માંગતી કરી નાખનારની નિકોલ પોલીસે હાલમાં તો ધરપકડ કરી લીધી છે પણ કુદરતી અપંગ મહિલાનું મનોબળ હિમાલય પર્વત જેવું અડગ રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *