ભરૂચ નજીક કાર ખાઈમાં ખાબકતા સર્જાયો ભયંકર અકસ્માત- ઘટના સ્થળે જ આટલા લોકોના મોત

હાલમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેવી જ રીતે અકસ્માતના કેસો પણ સતત સામે આવતા રહે છે. આ દરમિયાન ફરી એકવાર ગુજરાતના ભરૂચ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. આ ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. બચાવો… બચાવો… ની બુમોથી વાતાવરણ ગમગીન ભર્યું થઇ ગયું હતું.

આ દરમિયાન પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી શરુ કરી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, નેત્રંગ મોવી રોડ ઉપર આજે સવારના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે પેસેન્જર ભરી જતી ઇકો કાર ખીણમાં ખાબકતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, નેત્રંગ તાલુકાનાં પેટીયા ગામમાં રહેતા દિલિપ વસાવા પોતાની ઈકો કાર નંબર-જી.જે.16.સી.બી.7840 લઈ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ બ્રિટાનિયા કંપનીમાંથી કામદારોને લઈ નેત્રંગથી મોવી તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. જેના પગલે કાર નજીકમાં આવેલ ખીણમાં ખાબકી હતી.

ત્યારબાદ આ અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ વિભાગને કરવામાં આવી હતી. અકસ્માતમાં બિલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રીકાબેન હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજપીપળા ખાતે સારવાર લઇ રહેલ સોનિકા ખેતુરભાઈ વસાવા(22), પ્રવિણાબેન જેઠાભાઈ વસાવા(18) તેમજ જ્યોત્સનાબેન ચુનીલાલ વસાવા(18) તથા કીરત વસાવા(22)નું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. આ અકસ્માતમાં મોતના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, અકસ્માત સર્જનાર વાહનચાલક ભાગી ગયો હતો. હાલ અકસ્માત અંગે નેત્રંગ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *