કોરોના સંક્રમણ વધતાં ગુજરાતના આ શહેરમાં ફરીએકવાર લાગુ થયું રાત્રી કર્ફ્યું- જાણો વિગતવાર

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. સૌથી વધારે સંક્રમિતોની સંખ્યામાં અમેરિકા બાદ ભારતનું નામ આવે છે. સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે. હાલમાં રાજ્યમાં અનલોક બાદ કેટલાંક શહેરોમાં હજુ પણ રાત્રી કર્ફ્યુંનો અમલ ચાલી રહ્યો છે. આની વચ્ચે રાજ્યમાં આવલ અમદાવાદ શહેરને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનો થતો ફેલાવો અટકાવવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉ.રાજીવ ગુપ્તા  દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલ કુલ 27 જેટલાં વિસ્તારોમાં રાત્રીનાં 10.00 વાગ્યા બાદ કોઈ પણ દુકાન ખુલ્લી રાખી શકાશે નહી.

જેમાં દવાની દુકાનો અપવાદરૂપ છે. અમદાવાદમાં કેફે તથા રેસ્ટોરન્ટ એપી.સેન્ટર ગણાતા આ રંગીલા વિસ્તારોમાં યુવાનોના ટોળાઓ જામતાં હોવાની રાવ ઉઠી હતી. એને લીધે કોરોનાનો ફેલાવો સતત વધી રહ્યો હતો. જો કે, સ્થિતિ વધારે બગડે એની પહેલાં ગુપ્તાએ લૉકડાઉનનો એક નિયમ પકડીને એનો અમલ કરી દેવામાં આવ્યો છે. દેશમાં અનલૉક-5નો અમલ થાય એની પહેલાં જ અમદાવાદમાં રાત્રે આ વિસ્તારોમાં ભીડ એકત્ર ન કરવા દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આજે બહાર પાડવામાં આવેલ એક આદેશમાં ડૉ.ગુપ્તાએ આ વિસ્તારોના નામ પણ આપી દીધા છે.

આજે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આવેલ કચેરીમાં યોજાયેલ મીટીંગમાં પાલિકાનાં કમિશનર મુકેશ કુમાર તેમજ વિવિધ  પદાધિકારીઓની હાજરીમાં ડૉ.ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોવિડની ગાઇડલાઇન ભંગ થતી હોવાને લીધે આ વિસ્તારોમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કુલ 27 વિસ્તારોના નામ નીચે પ્રમાણે છે:
પ્રહલાદ નગર, YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ), પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ કોર્પોરેટ રોડ, બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ, એસ.જી. હાઇવે, ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ, સિંધુ ભવન રોડ, બોપલ-આંબલી રોડ, ઇસ્કોનથી-બોપલ આંબલી રોડ, ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર, સાયન્સ સિટી રોડ.

શીલજ સર્કલથી સાયન્સી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ પર, આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટ રીંગ રોડ પર, સીજી રોડ લો-ગાર્ડન ચાર રસ્તા, હેપ્પી સ્ટ્રીટસ, મ્યુનિસિપલ માર્કેટ અને પંચવટી રોડ, વસ્ત્રાપુર તળાવની ફરતે માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ ડ્રાઇવ-ઇન રોડ, ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ, પ્રહલાદનગર 100 ફૂટનો રોડ, શ્યામલ બ્રીજથી જીવરાજપાર્ક ક્રોસ રોડ, આઈઆઈએમ રોડ શિવરંજનથી જોધપુર ચાર રસ્તા, બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ, રોયલ અકબર ટાવર પાસે, સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ, સરખેજ રોઝા, કેડીલા સર્કલ, ઉજાલા સર્કલ, ણંદ ક્રોસ રોડ, શાંતિપુરા રોડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *