100 વર્ષીય આ મહિલાએ આજ સુધી નથી કર્યાં લગ્ન, કારણ એટલું ચોંકાવનારૂ છે કે…

સોશિયલ મીડિયામાં અવારનવાર જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. આવી જ એક જાણકારી હાલમાં સામે આવી રહી છે. ઘર માટે એવું કહેવામાં આવે છે કે, ધરતીનો છેડો એટલે ઘર. બ્રિટનમાં કુલ 100 વર્ષીય એક મહિલાએ પોતાનું ખૂબ સુંદર ઘર છોડવું ન પડે તેનો માટે હજુ સુધી લગ્ન પણ નથી કર્યા. કુલ 100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વગર રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે.

એમણે ગયા મંગળવારનાં રોજ કુલ 100 વર્ષ પૂર્ણ કર્યા છે. એમનો 100મો જન્મદિન પણ એમણે લૅક ડિસ્ટ્રિક્ટનાં એમ્બલસાઇડ સ્થિત પોતાના ઘરમાં જ મનાવ્યો હતો. તેઓ જણાવતાં કહે છે કે, વર્ષ 1921માં તેઓ માત્ર 6 માસનાં હતાં ત્યારે એમના માતા-પિતા એમને લઇ કુલ 2 માળના આ ઘરમાં રહેવા માટે આવ્યા હતા. બસ ત્યારથી હું અહીં જ છું.

વેરા પોતાના ઘરને પૃથ્વી પરનું સૌથી સુંદર સ્થળ માને છે. આ ઘરને છોડવું ન પડે તેની માટે તેઓ અત્યાર સુધીમાં લગ્નનાં કુલ 4 પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે. જે એમને દ્રિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી મળ્યા હતા. તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત તથા સ્ફૂર્તિલા છે. એમની એક મોટી બહેન (મૅરી) તથા એક નાનો ભાઇ (રોબર્ટ) પણ છે. જો કે, તે બન્ને બીજે રહેતાં હોવાંને લીધે આ ઘરમાં વેરા એકલાં જ રહે છે.

વેરાએ જણાવતાં કહ્યું હતું કે, એમને વૉકિંગ ખુબ જ ગમે છે તેમજ તેઓ પાસેના બધાં જ પહાડો ચઢી ચૂક્યા છે. તેઓ આ ઉંમરે પણ આરામથી ચાલી શકે છે. એમના ઘરે રસોઇ બનાવવા માટે તથા ઘરકામ કરવાં માટે એક મેઇડ આવે છે. તેઓ પાસેમાં રહેતા ભત્રીજા-ભત્રીજીઓની સાથે દરરોજ સવારે ફોન પર વાત કરે છે.

વેરા ડ્રેસમેકર હતાં પરંતુ હવે નિવૃત્ત થઇ ચૂક્યા છે. તેઓ નાના હતા ત્યારે એમના ઘરની આજુબાજુ ચોતરફ ખેતરો તથા વૃક્ષો જ હતા. જ્યાં હવે મકાનો ઊભા થઇ ગયા છે. નાનપણમાં તેઓ ઘરની પાસે આવેલ ખુલ્લા મેદાનોમાં આખો દિવસ રમતા તેમજ એ દિવસોને ખૂબ સરસ તથા યાદગાર સમય ગણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *