ટ્રેનમાં મુસાફરી કરતા લોકો જાણતા જ હોય છે કે, કિન્નરો લોકો પાસેથી દક્ષિણા લેવા માટે તેઓને કેટલા હેરાન કરે છે. ટ્રેન ઉપરાંત શહેરોમાં પણ અલગ-અલગ જગ્યા પર જઈને કિન્નરો લોકોની પાસેથી દક્ષિણા માંગતા જોવા મળતા હોય છે અને જો કોઈ વ્યક્તિ કિન્નરો સાથે બોલાચાલી કરીને પૈસા ન આપે તો કિન્નરો એવી હરકતો કરે છે કે, જેના કારણે સામેવાળા વ્યક્તિને શરમમાં મૂકાવું પડે છે. ત્યારે કિન્નરના વારંવાર દક્ષિણા માટે પૈસાની માંગણી કરવાથી કંટાળી ગયેલી અમદાવાદની એક મહિલાએ કિન્નરો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ અને CCTV રેકોર્ડિંગના આધારે કિન્નરોની સામે ગુનો દાખલ કરી કિન્નરોની ધરપકડ કરી હતી.
જાણકારી અનુસાર અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સુરેલ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતી મહિલાએ વર્ષ 2016માં તેના ઘરે દક્ષિણા લેવા માટે આવેલા કિન્નરોને તેણે દક્ષિણા પેટે 15,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ઘણીવાર કિન્નરો સુરેલ અપાર્ટમેન્ટમાં આવીને આ મહિલાની પાસે દક્ષિણા પેટે પૈસાની માંગણી કરતા હતા. કિન્નરોને દક્ષિણા ન આપવા માટે મહિલા ઘણીવાર સંતાનો અથવા પતિ ઘરે ન હોવાનું બહાનું કાઢતી હતી. કિન્નરો વારંવાર દક્ષિણાની માંગણી કરવા માટે આવતા હતા આનાથી પરેશાન થઈને મહિલાએ કિન્નરોને દક્ષિણા આપવાની તદન ના પડી દીધી હતી.
મહિલાના ના પાડવાના લીધે કિન્નરોને એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડે પ્રવેશ આપ્યો ન હોતો, જેના કારણે આવેશમાં આવીને કિન્નરોએ મહિલા અને તેના પરિવારને ગાળો આપી હતી અને સિક્યોરિટી ગાર્ડને પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ ફરીથી 5 જેટલા કિન્નરો મહિલાના ઘરે આવ્યા હતા અને દક્ષિણા માટે પૈસા ન આપતા મહિલાને ધમકી આપી હતી. આ સમગ્ર કિસ્સો બિલ્ડીંગમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો.તેથી મહિલાએ કિન્નરોની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કિન્નરો સામે ગુનો દાખલ કરીને 2 કિન્નરની ધરપકડ પણ કરી.
કહેવામાં આવે છે કે, તાજેતરમાં જ નીતુમાસી નામના કિન્નર દ્વારા અમદાવાદમાં દિલ્હી દરવાજા નામના વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડ મામલે રાજુ નામના વ્યક્તિ સામે હવામાં ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર કિસ્સાને પગલે પોલીસે કિન્નરની ધરપકડ કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news