અમદાવાદ: નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે નાના-દોહિત્રી પર ટ્રક ચડાવી દીધું; બંનેના મોત

Ahmedabad Accident: અમદાવાદનાં ખોખરામાં ગોઝારા અકસ્માતની ઘટના બની છે. ખોખરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં 50 વર્ષનાં વૃદ્ધ અને 3 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. બંનેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ (Ahmedabad Accident) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ આ વૃદ્ધ અને બાળકી નાના અને અને તેની દોહિત્રી હોવાનું સામે આવ્યું છે.

ટ્રકચાલકે સ્કૂટીને અડફેટે લેતા અકસ્માત, વૃદ્ધ અને માસૂમનું મોત
અમદાવાદમાંથી કાળમુખા અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભગત એસ્ટેટ તરફનાં રસ્તા પર ટ્રકચાલકે એક સ્કૂટીને અડફેટે લીધી હતી.

આ ઘટનામાં 50 વર્ષીય શિક્ષક અને 3 વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી
જો કે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમજ ટ્રક ચાલક ગીતમસિંઘ નિશાત ને લોકોએ ઝડપી પાડ્યો હતો. આરોપી ટ્રક ચાલકે કેફી પદાર્થ પીધેલો હોવાનું જણાયું હતું. તેમજ પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.