રાજ્યમાં સર્જાઈ અકસ્માતની હારમાળા: એક જ દિવસે આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ

રાજ્યમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં નવસારી, કચ્છ, બનાસકાંઠા તથા પંચમહાલ જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. અલગ-અલગ 4 ઘટનામાં 5 લોકોનાં મોત નીપજ્યા છે ત્યારે આ બધી જ ઘટનામાં 5 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

નવસારીમાં સર્જાયેલ અકસ્માતની ઘટનામાં 18 વર્ષનાં યુવકનું મોત થયું છે. જ્યારે અંજારમાં 2 લોકોનાં મોત થયા છે. બનાસકાંઠામાં આવેલ ડીસામાં કુલ 2 લોકોનાં મોત થયા છે. ડીસામાં આવેલ વડાવળ પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે કે, જેમાં મારુતિ વાન તથા આઇશર વચ્ચે ટક્કર થઈ છે.

અકસ્માતની આ ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે જયારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મારુતિ વાનમાં સવાર લોકો પાટણના વરાણા ગામનાં ખોડીયાર માતાના મંદિરે દર્શન કરવા જતાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને કારણે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થયા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા તેમજ ત્યારપછી ત્યાંથી પાલનપુર લઈ જવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નવસારી જિલ્લામાં આવેલ જલાલપોર તાલુકાના ખરસાડ ગામની સીમમાં 2 બાઇક સામસામે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું છે.

અકસ્માતમાં ખરસાડ ગામના 18 વર્ષીય મૃતક યુવાનનું નામ દેવ કેવલ દેસાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ જલાલપોર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

કચ્છમાં એક ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનાં મોત નીપજ્યા છે. અંજાર ગામમાં ટેમ્પો-રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોનાં મોત નીપજ્યા છે. અકસ્માત ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે આ ઘટના બની છે. અકસ્માત પછી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ગોધરામાં આવેલ વડોદરા બાયપાસ પર નીલ ગાય વચ્ચે આવતા એક કાર પલટી મારી ગઈ છે. અચાનક માર્ગ પર નીલ ગાય આવતા ચાલકે તેને બચાવવાના પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન કાર ડિવાઈડરને અથડાઈને પલટી મારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *