Ahemdabad Accident: કુબેનગરમાં કાર શીખતી 13 વર્ષીય સગીરાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવતાં રોડ પર ઊભેલા પિતા-પુત્રને અડફેટે આવી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન (Ahemdabad Accident) પુત્ર કમલેશ નૈનવાણી (ઉ.43)નું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા નાનકરામ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં છે. જી-ટ્રાફિક પોલીસે કારચાલક સગીરા સામે ગુનો નોંધી તેને કાર આપનાર સામે ગુનો નોંધ્યો છે.
પિતા પુત્રને ગંભીર ઇજા થતા પુત્રનું મોત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, કુબેરનગરમાં રહેતા નાનકરામ નૈનવાણી ગુરુવારે રાતે પુત્ર કમલેશ અને સંબંધી સાથે માતૃછાયા સોસાયટી પાસે ઊભા હતા. ત્યારે પૂરપાટ આવેલી એક્સયુવી કારે તેમને અડફેટે લેતાં તેઓ રોડ પર પટકાયા હતા. જ્યારે કમલેશ પર કારનું વ્હીલ ચઢી ગયું હતું.
કમલેશે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને કારને ઊંચી કરી કમલેશને બહાર કાઢી ઈજાગ્રસ્ત પિતા—પુત્રને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ કમલેશનું મોત નીપજ્યું હતું. કારચાલક 15 વર્ષીય સગીરા નાનકરામની સોસાયટીમાં જ રહે છે. હાલ જી-ટ્રાફિક પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે નાનકરામે કારચાલક સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરતા સગીરા કાર શીખતી હતી, તે સમયે બ્રેકને બદલે એક્સિલેટર દબાઇ જતા અકસ્માત કર્યો હતો. આ અંગે પોલીસે સગીરાને કાર ચલાવવા આપનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત તો એ છે કે, આ ઘટના વધુ એકવાર સવાલ ઊભા કરે છે કે નાની ઉંમરે વાહન ચલાવવાની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે વધુ વિગતો બહાર આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App