શરુ ડયુટીએ એમ્બ્યુલન્સ ડ્રાઈવર કરી રહ્યો હતો આરામ, અચાનક એવી ઘટના સર્જાઈ કે…

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે જ ચોરી, લુંટફાટ જેવી ઘટનાઓમાં પણ સતત વધારો જ થઈ રહ્યો છે. રાજ્યમાંથી આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી…

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે જ ચોરી, લુંટફાટ જેવી ઘટનાઓમાં પણ સતત વધારો જ થઈ રહ્યો છે. રાજ્યમાંથી આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે. અત્યાર સુધીમાં ઘણી દુકાનોમાં અથવા તો ઘરોમાં ચોરી થઇ હોવાની ઘટનાઓ સામે આવી હતી પણ હાલમાં અમદાવાદ શહેરમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે કે, જેને લીધે અવારનવાર ચોરીની ઘટના સામે આવી રહી છે.

હાલમાં 108 એમ્બ્યુલન્સમાંથી તસ્કરો ચાર્જિંગમાં મૂકેલ કુલ 2 મોબાઇલ ફોન ચોરી કરીને ભાગી ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આ મામલે તસ્કરોએ કરેલ ચોરીની સાથે 108 નાં કર્મચારીની બેદરકારી પણ ગણી શકાય છે.

નરોડામાં રહેતાં જીતેન્દ્રભાઈ ભૂનેતર 108 ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે છેલ્લા 4 વર્ષથી નોકરી કરી રહી છે. કુલ 2 વર્ષથી શાહઆલમમાં 108નાં લોકેશન પર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જેમાં તેઓને સરકારી મોબાઈલ પણ આપવામાં આવ્યો છે.

2 દિવસ અગાઉ તેઓની શિફ્ટ દરમિયાન તેઓ હાજર હતા ત્યારે 108 વાનનાં પાયલોટ બળદેવભાઈ પણ હાજર હતા. આ દરમિયાન એમને એક ઇમરજન્સી કોલ એટેન્ડ કર્યા પછી છેલ્લે 1 વાગ્યાનો કોલ પૂરો કરીને પાયલોટની સાથે આરામ કરી રહ્યાં હતા. 3 વાગ્યે એક ફોન આવ્યો હતો. જે ઈસનપુરથી LG હોસ્પિટલનો હતો.

જેથી તેઓ એમના લોકેશન પર પહોંચી ગયા હતાં. આ દરમિયાન એમણે એમનો સરકારી મોબાઈલ તેમજ પોતાનો પર્સનલ મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતો. સવારે 7 વાગ્યે 108 વાનમાં મોબાઈલ લેવા જતાં મોબાઈલ દેખાયા ન હતા. જેને લીધે તેઓ જે લોકેશન પર ગયાં હતા.

ત્યાં સિક્યુરિટી ગાર્ડ તથા સામે ચાની કીટલી વાળાને પૂછપરછ કરવામાં આવી હતી પણ તેને કોઇ સફળતા મળી ન હતી. જેને લીધે બંને મોબાઇલ ચોરી થઈ જતાં તેઓએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કરતાં કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો નોંધીને તસ્કરોની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *