CM રૂપાણીની સંવેદનશીલતા: કોરોના પોઝીટીવ કોંગ્રેસી નેતાને સામેથી ફોન કર્યો અને કહ્યું…

ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે ગાંધીનગર ખાતે મિટિંગ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.…

ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે ગાંધીનગર ખાતે મિટિંગ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વિજય રુપાણીએ ઈમરાન ખેડાવાલાને સામેથી ફોન કરી ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની સ્વસ્થતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સીએમ રુપાણીએ અમદાવાદ શહેરના અન્ય ધારાસભ્યો ગ્યાસુદિન શેખ અને શૈલેષભાઇ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ધારાસભ્યોના ખબર પણ CM રૂપાણીએ પૂછ્યા હતા. આ બંને પણ ખેડાવાલાની સાથે જ મુખ્યમંત્રીને મળ્યા હતા. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બંને આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. નોંધનીય છે કે ખેડાવાલાને મળ્યા હોવાથી જ મુખ્યમંત્રી આવનારા આઠ દિવસ સુધી પોતાના નિવાસસ્થાનેથી જ રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે, તેવો નિર્ણય પણ તેમણે કર્યો છે.

સ્પષ્ટ છે કે કોરોના કોઈનો સગો નથી. વિશ્વના શક્તિશાળી નેતાઓને પણ કોરોનાએ ભોગ બનાવ્યા છે. બ્રિટનના પ્રધાનમંત્રી મંત્રી બોરીસ જોન્સન અને પ્રિન્સ ચાર્લ્સ નો પણ તેમાં સમાવેશ થાય છે. જેથી દરેક વ્યક્તિએ ખોટો વહેમ રાખ્યા વગર ઘરમાં જ રહેવું જોઈએ અને લોકડાઉનના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

શાળા કોલેજમાં આ તારીખ સુધી વેકેશન, લોકડાઉન બાદ વાલીઓને ફી ભરવા માટે અપાશે છ મહિનાની છૂટછાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *