8 ધોરણ ભણેલા યુવાને એવા કારનામાં કર્યા કે.., ગોતવા માટે પોલીસ ચડી ગોટે

અમદાવાદ(ગુજરાત): સાઇબર ક્રાઈમે દેશમાં પ્રતિબંધ હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી સોસીયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંજય ગવરી માત્ર ધોરણ-8…

અમદાવાદ(ગુજરાત): સાઇબર ક્રાઈમે દેશમાં પ્રતિબંધ હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી સોસીયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંજય ગવરી માત્ર ધોરણ-8 સુધીનો અભ્યાસ કરેલો છે. આરોપી વેબસાઈટમાં પ્રતિબંધ વીડિયો ડાઉનલોડ કરતો હતો. ત્યારે સાઇબર ક્રાઇમે વેબસાઈટો બંધ કરવા માટે કેન્દ્ર સરકારને જાણ કરી હતી.

પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપીનું નામ સંજય ગાવરી છે. સંજય ગાવરી મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહે છે. સાઇબર ક્રાઈમે આરોપીની ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરવાના ગુનામાં ધરપકડ કરી છે. પોતાના મોબાઈલ દ્વારા આરોપી પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના ખરાબ વીડિયો ડાઉનલોડ કરતો હતો.

ત્યારબાદ સોસીયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને વોટ્સએપ ગ્રુપમાં મોકલતો હતો. સાઇબર ક્રાઇમને આ અંગે માહિતી મળતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સંજય ગાવરીનો મોબાઈલ કબ્જે કરી તપાસ કરતા મોબાઈલમાંથી સગીરોના અનેક સંખ્યામાં પ્રતિબંધિત પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે. આરોપીએ મોબાઈલ ફ્રોમેટ કરી દીધો હતો. ત્યારે પોલીસે તેના ડેટા રીકવર કરવા માટે મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *