સુરત અમદાવાદ હાઈવે પર વહી તેલની નદી, લોકોએ રીતસર ચલાવી લૂંટ

વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર એક એવો બનાવ બનવા પામ્યો છે, જેમાં કાચુ કપાસિયા તેલ ભરેલું ટેન્કર પલટી મારતા હાઈવે પર…

વડોદરા શહેર નજીક તરસાલી નજીક સુરત અમદાવાદ હાઇવે પર એક એવો બનાવ બનવા પામ્યો છે, જેમાં કાચુ કપાસિયા તેલ ભરેલું ટેન્કર પલટી મારતા હાઈવે પર તેલની નદી વહેવા માંડી હતી. આ દરમિયાન લોકોએ તકનો લાભ ઉઠાવી તેલની રીતસરની લૂંટ ચલાવી હતી. જાણવા મળ્યું છે કે, ઓમ પ્રકાશ માલી અકોલા ખાતેની ખાનગી કંપનીમાંથી 32 ટન કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરી ગુજરાતના કળી ખાતે ડિલિવર કરવા નીકળ્યા હતા.

આ દરમિયાન વડોદરા શહેર નજીક તરસાલી પાસે સુરત અમદાવાદ હાઇવે પર ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને ઉજાગરો હોવાના કારણે ચાલુ ટેન્કરે જોકું આવી જતા તેને સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. જેથ કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવે પાસે અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે 32 ટનના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

જાણવા મળ્યું છે કે, ડ્રાઇવર ઓમપ્રકાશ માલીને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી. પરંતુ, ટેન્કરે પલટી મારતા કંપનીએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તકનો લાભ ઉઠાવી તેલની લૂંટ ચલાવનાર લોકો વિરુદ્ધ ડ્રાઇવરે પોલીસ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, હાલ બજારમાં તેલના ભાવ આસમાને છે ત્યારે સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા વિચાર કરે છે. આ દરમિયાન કપાસિયા તેલ ભરેલા ટેન્કરે પલટી મારતા લોકોએ એકલા પડેલા ડ્રાઇવરની મદદ કરવાને બદલે તકનો લાભ ઉઠાવી રીતસરની તેલની લૂંટ ચલાવી હતી. ત્યાંથી પસાર થતા તેમજ નજીકમાં રહેતા લોકો કપાસિયા તેલની નદી વહેતી જોઈ ડબલા ભરી ભરીને તેલ લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *