અમદાવાદના આ ઘરમાં પકડાયું આલીશાન દારૂબાર, જાણો વિગતવાર

અમદાવાદ શહેરનાં આનંદનગર વિસ્તારમાંથી અમુક દિવસો અગાઉ કોલ સેન્ટરનાં એક સમયનાં કિંગ ગણાતો નીરવ રાયચુરાને તેની ઓફીસમાંથી દારૂની મહેફિલની સાથે ધરપકડ કરી હતી. એ પછી તેની સામે જુદા જુદા 3 ગુનાઓ પણ દાખલ કર્યા હતા. એ પછી અમદાવાદ શહેરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની સામે દારૂનો કેસ કરવામાં આવેલ તેમજ તે જેલમાં હતો પણ ફરી વખત જેને જેલમાં મોકલવામાં આવ્યો છે. કેમ કે, તેની સામે આ વખતે પાસા કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરનાં આનંદનગર વિસ્તારમાં દારૂની મહેફિલ કરતા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, દારૂની મહેફિલ તો ઠીક પણ પોલીસ જયારે તપાસ કરી તો ઘણી ચોકવનારી માહિતી સામે આવી તેમજ એમાં એક સમય ન કોલ સેન્ટરનાં માસ્ટર માઈન્ડ નીરવ રાયચુરા પણ પકડાઈ ગયો હતો.

અમદાવાદ શહેરનાં પોશ વિસ્તારમાં આવેલ આ ઓફીસમાં દારૂની મહેફિલ અંગેની માહિતી મળતા ખુદ ઝોન-7નાં dcp આવ્યા હતા. પ્રથમ તો આ ઓફિસમાં જવા માટે મેહનત કરવી પડી કેમ કે, ફિંગર પ્રિન્ટ વડે ઓફિસનો દરવાજો ખૂલતો હતો. ઓફીસમાં જઈને તપાસ કરી તો નીરવ રાયચુરા, સંતોષ ભરવાડ તેમજ ઓફીસમાં કામ કરતો રાહુલ નામ નો યુવક પકડાયા હતાં.

પોલીસએ તપાસ કરી તો મોબાઈલથી ક્રિકેટ સટ્ટા ચાલતું હોવાનું પણ મળ્યું તેમજ તેનો પણ કેસ કર્યો છે. આમ કુલ ત્રણ ફરિયાદ કરી હતી. ખાસ વાત તો એ છે કે, ઓફીસની તપાસ પછી અપરાધી નીરવનાં ઘરે પોલીસ ગઈ તો વધારે ચોંકી ગઈ. કેમ કે, ઘરમાં આલીશાન બાર મળી આવ્યું તેમજ એક હથિયારની સાથે કુલ 34000નો દારૂ મુદામાલ કબ્જે કર્યો હતો. આ ip એડ્રેસની તપાસ માટે સાયબર સેલને સોંપી હતી જોકે આક્ષેપનાં મોબાઈલથી ક્રિપટો કરન્સી પણ મળી આવી છે તેમજ તેનાં માટે FSLની મદદ લેવામાં આવી હતી.

આ બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પણ એક FIR કરી હતી. અપરાધી નીરવ એક સમય સાયકલ લઈને ચાલતો પણ આજ રોજ હજારો કરોડોનો આસામી છે તેમજ એની પાછળ તેની કોલ સેન્ટરની કમાણી છે એવું કહેવાય છે. આ કેસમાં પોલીસને તપાસમાં ઘણી ડાયરી તેમજ મોબાઈલ મળી આવેલ છે તેમજ એમાં IP એડ્રેસ મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *