ગરીબ પરિવારમાં જન્મેલા રોહિતને પ્રમુખ સ્વામીએ ભણાવી ગણાવી ડોક્ટર બનાવ્યો અને આજે રોહિતે એવું કાર્ય કરી બતાવ્યું કે…

સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને…

સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે આવા કપરા કાળમાં ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થા કોરોના ગ્રસ્ત દર્દીઓની મદદ કરવા આગળ આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સત્તત વધી રહ્યું છે ત્યારે ગામડાઓની સેવા માટે એક સેવાયજ્ઞ શરૂ કરવાના હેતુસર મોટી સંખ્યામાં ઉધોગપતિઓ અને યુવાનો સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત તમામ ગામડાઓમાં મેડિકલની સુવિધાઓથી લઈને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાની જેમણે અમદાવાદમાં લાખોની નોકરી છોડી વતનની વાટ પકડી છે. આ ઉપરાંત તેમણે પોતાનું ઘર ખરીદવા માટે એકથી કરેલી રકમનો ઉપયોગ પણ તેઓ મોવિયામાં હોસ્પિટલના નિર્માણ માટે કરશે.

એક સામાન્ય પરિવારમાંથી આવેલ ડો.રોહિતે M.B.B.S અને M.D. સુધીનોનો અભ્યાસ કર્યો છે. માત્ર આટલેથી  જ તેઓ અટકી ન ગયા આ ઉપરાંત તેમને કોરોનરી હાર્ટ ડિઝિસમાં P.HD પણ કર્યું છે. તેમજ રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવાથી તેઓ નિયમિત રીતે મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ રશિયા ગયા હોય ત્યારે દુભાષીયા તરીકે ડો.રોહિત તેમની સાથે રહીને સેવા આપતા હતા.

ડો.રોહિત ભાલાળા પોતાની લાખો રૂપિયાની પ્રેક્ટિસ છોડીને અનેડો. રોહિત ભાલાળાના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે કારણકે એમણે ગરીબાઈનો બધો અનુભવ કર્યો હતો. ડો.રોહિત ભાલાળાના મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અંગે ડો.રોહિતે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ગામડાના લોકોની ખુબ જ ખરાબ સ્થિતિ થઇ રહી છે. જે અંગે સમાચાર સાંભળીને મને બહુ જ દુઃખ થયું અને તેઓને સતત એવું થાય છે કે, આટલું બધું ભણ્યો પણ આ ભણતર અને જ્ઞાન જે ગામડામાં ઉછરીને હું મોટો થયો એ ગામડાના સામાન્ય લોકોને મુશ્કેલીના અને એની જરૂરિયાતના સમયે કામમાં ન આવે તો ભણેલું છું વ્યર્થ જશે? મારે ગામડાના કોરોનાગ્રસ્ત લોકો માટે કાંઈક કરવુંજોઈએ.’

અત્રે નોંધનીય છે કે, ડો.રોહિત ભાલાળા સાવ સામાન્ય પરિવારમાથી આગળ આવેલ યુવાન છે. એનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ એના પિતાનું અવસાન થયેલું. તેજસ્વી વિદ્યાર્થીની કારકિર્દી રોળાઈ ન જાય એટલે તે વખતે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે ભણવાની બધી વ્યવસ્થા કરેલી અને અભ્યાસ ચાલુ રખાવેલો. ગુરુએ કરેલી મદદ અને આપેલા સંસ્કારો આજે અનેકગણા થઈને સમાજને પરત મળી રહ્યા છે.

ડો.રોહિત ભાલાળાએ જણાવ્યું કે, લોકો પાસેથી અમને દાન મળે કે ન મળે અમે મક્કમ મન બનાવી ચુક્યા છીએ. અત્યારે તો લાખોની કિંમતના મેડિકલ સાધનો પોતાના ખર્ચે ઓર્ડર પણ કરી દીધા છે બે-ચાર દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે. જેમાં 4 M.B.B.S. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે તેમજ જુદી જુદી 12 સમિતિઓના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યજ્ઞ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી, લેબોરેટરી, દવાઓ, ઓક્સીઝન બેડ, બાઇપેપ વગેરે જેવી આધુનિક હોસ્પિટલમાં મળે એવી સેવાઓ મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *