વૈભવી બંગલામાં મોટા-મોટા નામાંકિત લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા પટેલ બ્રધર્સ ઝડપાયા

અમદાવાદ શહેરમાં વૈભવી બંગલોમા વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા બુટલેગરો પકડાયા છે. પોલીસે પકડેલા બંને ભાઈઓ કોટ વિસ્તારના રહેવાસી છે અને પછી સોલા અને વસ્ત્રાપુર વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકોને દારૂ આપવા  રહેવા આવ્યા હતા. તો બીજી તરફ ખાખીને દાગ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન નો હેડ કોનસ્ટેબલ જ 150થી વધુ દારૂની બોટલો સાથે પકડાયો છે.

આ બુટલગેર વિદેશી બ્રાન્ડનો મોંધો દારૂનો જથ્થો પોતાના વૈભવી બંગલાના રસોડામા ભોંયરૂ બનાવીને છુપાવ્યો હતો. સોલા પોલીસને દારૂની હેરાફેરીની જાણ મળતા સોલા સિવિલ હોસ્પિટલની સામે આવેલા હરીવિલામા બંગ્લોઝમાં રેડ કરી હતી.

પોલીસે રેડ દરમિયાન પાર્કિગમા પાર્ક કરેલી કારની ડેકીમાથી વિદેશી દારૂનો જથ્થો મળી હતો. એટલુ જ નહિ રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરામાં જુદી-જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ છુપાવવામાં આવી હતી. સોલા પોલીસે બુટલેગર વિનોદ વોરાની ધરપકડ કરીને 9 લાખના દારૂનો જથ્થા સહિત રૂપિયા 14 લાખનો માલ ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી રાજસ્થાનથી 3 હજારથી લઈ 10 હજાર સુધીની કિંમતની દારૂની એક બોટલ પર તે 3000થી વધુ નફો મેળવતો હતો. પોલીસે પોશ વિસ્તાર રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમા રેડ કરીને રૂપિયા 4.60 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. બન્ને સગા ભાઈઓ અરંવિદ પટેલ અને સોલામા પકડાયેલ વિનોદ પટેલ છે. તેઓ શાહપુરમા રહેતા હતા, પંરતુ દારૂનો ધંધો કરવા પોશ વિસ્તારમા મકાન ખરીદયુ હતું. વિનોદ દારૂના વેચાણની સાથે જમીન દલાલનો ધંધો કરતો હતો, જેથી પોલીસને ખબર ન પડે.

બુટેલગરો આ મોંધી બ્રાન્ડેડ દારૂનો જથ્થો રાજસ્થાનથી બસમા પાર્સલથી મંગાવતા હતા. છેલ્લા બે વર્ષથી આ બુટલેગરો વૈભવી લાઈફ સ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનુ ખુલ્યુ છે. હાલમા પોલીસે આ બન્ને ભાઈઓની ધરપકડ કરીને તેઓ દારૂનુ વેચાણ કયા કરતા હતા અને કોણ અન્ય વ્યકિત સંડોવાયેલા છે જેને લઈને પુછપરછ શરૂ કરી છે.

જ્યારે શાહીબાગ પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોનસ્ટેબલ વિક્રમ વાઘેલાની દારૂ સાથે ધરપકડ કરી છે. પોલીસકર્મી જ બૂટલેગર બની જતા પોલીસ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. હેડ કોનસ્ટેબલ આરોપી વિક્રમ મૂળ ચાંદખેડામાં રહે છે પણ શાહીબાગમાં આવેલી માધુપુરા અગાઉ રહેતો હોવાથી તે ત્યાં કાર લઈને પહોંચ્યો હતો. માહિતી મુજબ, તે દારૂ પીને ધમાલ કરતા પોલીસને મેસેજ મળ્યો હતો..

ઉલ્લેખનીય છે કે, શાહીબાગની આ પોલીસલાઈન અગાઉ પણ ચર્ચામાં આવી હતી કેમકે ત્યાંથી જ પોલીસે જુગાર ક્લબ પકડ્યું હતું. ગેરકાયદે ધંધા પોલીસમાં જ ચાલતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ડીસીપી રાજેશ ગઢિયા એ જણાવ્યું કે, થોડા સમય પહેલા માસ્ક બાબતે મહિલાને લાફો મારવાના પ્રકરણમાં આ આરોપીને સસ્પેન્ડ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *